गुजरात
સાંકડાસર નં.- 2 ના પાટિયા પાસે અકસ્માતમાં એકનું મોત | One killed in accident near Sankadarsar No 2

![]()
– તળાજા પોલીસ મથકમાં ગુનો નોંધાયો
– દિહોરમાં આવેલી વાડીએથી ભાવનગર આવી રહ્યાં હતા ત્યારે અકસ્માત નડયો
ભાવનગર : તળાજા તાલુકાના સાંકડાસર ગામના પાટીયા પાસે અજાણ્યા વાહન સાથેના અકસ્માતમાં વૃદ્ધનું મોત થયું છે. આ બનાવ અંગે તળાજા પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે.
તળાજા તાલુકાના દિહોર ગામે રહેતા મયુરભાઈ પ્રાણશંકરભાઈ ધાંધલ્યાએ તળાજા પોલીસ મથકમાં અજાણ્યા વાહન ચાલક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેમના કાકા મનુભાઈ વસનજીભાઈ ધાંધલ્યા દિહોર ગામે આવેલી તેમની વાડીએથી બાઈકમાં ભાવનગર તેમના ઘરે જઈ રહ્યાં હતા ત્યારે સાંકડાસર નં.-૨ ગામના પાટિયા પાસે પહોંચતા તેમનો અકસ્માત થતાં સારવાર માટે સર ટી.હોસ્પિટલમાં ખસેવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યાં હતા. બનાવ અંગે તળાજા પોલીસે ગુનો નોંધ્યો છે.



