मनोरंजन

સનીની નવી ફિલ્મનું શૂટિંગ બે મહિના ઠેલાયા બાદ ફેબ્રુઆરી.થી શરૂ થશે | The shooting of Sunny’s new film will begin from February after a two month delay



– ફરહાન અખ્તર આ ફિલ્મ પ્રોડયૂસ કરી  રહ્યો છે

– ધર્મેન્દ્રની બીમારી તથા નિધન અને બોર્ડર ટુની રીલિઝના કારણે શૂટિંગ ઠેલાયું

મુંબઈ : સની દેઓલ આગામી ફેબ્રુઆરીથી તેની નવી એક્શન ફિલ્મનું શૂટિંગ શરુ કરી દેશે. ફરહાન અખ્તર આ ફિલ્મ પ્રોડયૂસ કરી રહ્યો છે. સની પહેલીવાર ફરહાનનાં પ્રોડક્શનની કોઈ ફિલ્મમાં કામ કરવાનો છે.  આ ફિલ્મનું શૂટિંગ બે મહિના મોડું ચાલુ થઈ રહ્યું છે. અગાઉ ધર્મેન્દ્રની બીમારી તથા નિધનના કારણે સની દેઓલ સમય આપી શક્યો ન  હતો. બાદમાં હાલ ‘બોર્ડર ટુ’નું પ્રમોશન ચાલુ થયું હોવાથી સનીને સમય મળ્યો ન હતો. હવે તે ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહથી શૂટિંગ ચાલુ કરવાનો છે. 

આ ફિલ્મનું ટાઈટલ હજુ નક્કી થયું નથી. ડાયરેક્ટર બાલાજીને ફિલ્મનું સુકાન સોંપાયું છે. ફિલ્મના અન્ય કલાકારો કે સ્ટોરીની વિગતો પણ હજુ બહાર આવી નથી. 



Source link

Related Articles

Back to top button