વધુ એક યુદ્ધના એંધાણ ! રશિયાએ જાપાનના આકાશમાં 10 બોમ્બર વિમાનો ઉડાવતા ખળભળાટ | Russia Japan Dispute: 10 Russian Bombers Fly Near Japan Coast Nuclear Tension Escalates

![]()
Russia-Japan Dispute : યુક્રેન સાથે યુદ્ધ લડી રહેલા રશિયાએ હવે જાપાનને છંછેડ્યું છે. રશિયાએ આજે (23 જાન્યુઆરી) જાપાનના કબ્જાવાળા વિસ્તારમાં 11 કલાક સુધી 10 બોમ્બર વિમાનો ઉડાવતા ખળભળાટ મચ્યો છે. આમાં ત્રણ પરમાણુ બોમ્બર વિમાનો સામેલ છે. જાપાનના સંરક્ષણ મંત્રાલયે રશિયન હરકતને ઉશ્કેરણીજનક ગણાવી છે. રશિયા અને જાપાન વચ્ચે લગભગ 194 કિલોમીટરની સરહદ છે.
રશિયાએ કહ્યું, અમે શક્તિ પ્રદર્શનમાં સફળ થયા
મીડિયા રિપોર્ટ મુજબ, રશિયાએ શક્તિ પ્રદર્શનના ભાગરૂપે પોતાના વિમાનો જાપાનના આકાશમાં ઉડાવ્યા હોવાની વિગતો સામે આવી છે. આ અભિયાન બાદ રશિયન સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે, તેઓ આમાં સફળ થઈ ગયા છે.
આ પણ વાંચો : વધુ એક દેશ પર હુમલો કરશે અમેરિકા? સૈન્ય જહાજો રવાના
વિમાનો જાપાનના વિસ્તારથી 20 કિમી દૂર ઉડ્યા
જાપાનના સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે, ‘રશિયાએ ત્રણ જૂથમાં કુલ 10 વિમાનો મોકલ્યા હતા. આમાં Tu-95MS બોમ્બર વિમાન, Su-35S અને Su-30SM જેટ વિમાન સામેલ હતા. જાપાને મેપ શેર કરીને કહ્યું કે, રશિયાના વિમાનો જાપાનના વિસ્તારથી લગભગ 20 કિલોમીટર દૂર હતા.
જાપાનના સંરક્ષણ મંત્રી શિંજીરો કોઈજુપીએ કહ્યું કે, ‘રશિયાએ અભિયાન હેઠળ શક્તિ પ્રદર્શન કર્યું છે. તેમની આ કરતૂતના કારણે હિંદ-પ્રશાંત મહાસાગરમાં સંરક્ષણ સંબંધીત ગંભીર ચિંતાઓ ઉભી થઈ છે. અમે આ મામલે આગામી સમયમાં કાર્યવાહી કરીશું.’
રશિયા અને જાપાન વચ્ચે શું વિવાદ છે ?
રશિયાનો માત્ર યુક્રેન સાથે જ નહીં જાપાન સાથે પણ વિવાદ છે. વાસ્તવમાં બંને વચ્ચે કુરિલ ટાપુઓમાં ચાર ટાપુઓ પર વિવાદ ચાલી રહ્યો છે. જાપાન કહે છે કે, આ તમામ ટાપુ તેમના છે, જ્યારે રશિયા કહે છે કે, તેઓએ બળજબરીથી ટાપુ પર કબજો કરેલો છે. જાપાનના આ દાવાથી રશિયા નારાજ છે. આ તમામ ટાપુઓ જાપાનના હોક્કાઈડોના ઉત્તર-પૂર્વ અને રશિયાના કામચટકા દ્વીપકલ્પના દક્ષિણમાં આવેલા છે.
આ પણ વાંચો : ભારત-યુરોપીય સંઘ વચ્ચે થશે ઐતિહાસિક ડીલ, ટ્રમ્પને લાગશે ઝટકો



