गुजरात

ચોટીલા એસએમસી રેડનો ફરાર આરોપી પોરબંદરથી ઝડપાયો | The absconding accused of Chotila SMC raid was arrested from Porbandar



– લગ્નના ગણતરીના દિવસો બાકી હતા અને ‘વરરાજો’ પકડાયો

– એસએમસીએ ચોટીલા નજીક હોટલમાં દરોડો પાડી ટ્રકમાંથી 72.05 લાખનો દારૂ ઝડપી પાડયો હતો

સાયલા : ચોટીલા નજીક હોટલના પાકગમાંથી સ્ટેટ મોનીટરીંગ સેલ (એસએમસી) દ્વારા કરવામાં આવેલી દારૂની રેડમાં ફરાર રહેલો મુખ્ય આરોપીને સાયલા પોલીસે પોરબંદરથી ઝડપી પાડયો છે. આ કેસમાં ઝડપાયેલ આરોપી ભાવેશભાઈ સામતભાઈ મોરી, રહેવાસી બખરલા, પોરબંદર, હોવાનું બહાર આવ્યું છે, જે દારૂના જથ્થાનો માલ મંગાવનાર તેમજ વાહનનો માલિક હોવાનું તપાસમાં સામે આવ્યું છે.

ગત ૧૨ ડિસેમ્બરના રોજ ચોટીલા પાસેની એક હોટલના પાકગમાં એસએમસીએ દરોડો પાડીને દારૂની બોટલ નંગ ૬૫૫૦ (કિંમત રૂ.૭૨.૦૫ લાખ), ટ્રક (કિંમત રૂ.૧૫ લાખ), મીનીયા ઘેલા નંગ ૨૫૦ (કિંમત રૂ.૭૨,૫૦૦), રોકડ રૂ.૬૦,૦૦૦, તાડપત્રી નંગ ૨, મોબાઈલ ફોન નંગ ૧ સહિત કુલ રૂ.૮૭.૮૩ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી અજય દેવરખીભાઈ જીવાભાઈ ભારાઈ (રહે. જામજોધપુર)ની ધરપકડ કરવામાં આવી હતી. આ સમગ્ર કેસની તપાસ સાયલા પોલીસને સોંપવામાં આવી હતી. તપાસ દરમિયાન ખુલાસો થયો હતો કે આ દારૂનો જથ્થો મંગાવનાર અને વાહનનો માલિક પોરબંદરનો ભાવેશ મોરી હતો.

સાયલા પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે રાણાવાવ તાલુકાના આદિત્યાણા ગામે રેડ કરી ભાવેશભાઈ મોરીને તેના ઘરેથી ઝડપી પાડવામાં આવ્યો હતો. મહત્વની વાત એ છે કે આરોપીના આવનાર તા.૩ ફેબુ્રઆરીના રોજ લગ્ન નક્કી થયેલા હોવાનું જાણવા મળ્યું છે, જેથી ‘વરરાજો જેલ પહોંચ્યો’ તેવી ચર્ચા ચાલી રહી છે. પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરતાં પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. હાલ વધુ તપાસ ચાલી રહી છે. આ કેસમાં અન્ય આરોપી ભાયાભાઈ માયાભાઈ મોરી તેમજ દારૂ મોકલનાર અજાણ્યા શખ્સની શોધખોળ ચાલુ છે.



Source link

Related Articles

Back to top button