दुनिया

અમેરિકામાં પાંચ વર્ષના બાળકની અટકાયત કરી પિતાની ધરપકડ માટે છટકું ગોઠવ્યું | Five year old child detained in US father set up trap to be arrested



– સુરક્ષા અધિકારીઓએ માનવતા નેવે મુકી

– બાળક સ્કૂલેથી આવતો હતો ત્યારે જ ઉઠાવી લેવાયો પછી ઘરે લઇ જઇ દરવાજો ખખડાવવા કહ્યું, બહાર આવતા જ પિતાની ધરપકડ

સેન્ટ પોલ : અમેરિકી ઇમિગ્રેશન અધિકારીઓએ મિનેસોટાના કોલંબિયા હાઇટ્સમાં માત્ર પાંચ જ વર્ષના બાળકની અટકાયત કરીને તમામ હદો પાર કરી દીધી હતી. વળી આશ્ચર્યની વાત એ છે કે અમેરિકાના ઇમિગ્રેશન અધિકારીઓએ આ બાળકને એવા સમયે અટકાયતમાં લીધો જ્યારે તે સ્કૂલેથી પરત ફરી રહ્યો હતો. પરિવારની કારમાંથી બાળકને બહાર કાઢવામાં આવ્યો અને પછી પોતાના જ ઘરનો દરવાજો ખખડાવવા બાળક પર દબાણ કર્યું હતું કે જેથી પિતાની ધરપકડ કરી શકાય.  

અમેરિકાની હોમલેન્ડ સિક્યોરિટી વિભાગના અધિકારીઓ અને એજન્ટો ખરેખર તો આ બાળક લિયામ કોનેજો રામોસના પિતા એડ્રિયન એલેક્ઝેન્ડર કોનેજોની ધરપકડ કરવા માટે આવ્યા હતા. તેના પિતા કથિત રીતે ગેરકાયદે અમેરિકામાં રહેતા હોવાનો તેમના પર આરોપ હતો. માતા પિતાએ બાળકને ઘરની અંદર લાવવાની ઇચ્છા સાથે દરવાજો ખોલ્યો કે તરત જ અધિકારીઓએ પિતાની ધરપકડ કરી લીધી હતી. આ દરમિયાન ઘરના અન્ય સભ્યો હાજર હોવા છતા અધિકારીઓ બાળકને ઘરે છોડવાના બદલે પોતાની સાથે લઇ ગયા હતા. 

કોલંબિયા હાઇટ્સ પબ્લિક સ્કૂલના સુપ્રીટેન્ડન્ટ ઝેના સ્ટેનવિકે મીડિયાને જણાવ્યું હતું કે બાળકને પરિવારની કારમાંથી ઉઠાવીને અધિકારીઓ જતા રહ્યા હતા તેની જાણકારી અમારી પાસે પણ છે. બાદમાં અધિકારીઓ આ બાળકને તેના પોતાના જ ઘરે લઇ ગયા હતા અને બાળકને કહ્યું હતું કે તે દરવાજો ખખડાવે કે જેથી જો અંદર પિતા હોય તો તેને પકડી શકાય. બાળકનો એક રીતે ચારા તરીકે ઉપયોગ કર્યો હતો કે જેથી તેના પિતાને ઘરની બહાર આવતા જ પકડી શકાય. બાળકના સ્કૂલ પ્રશાસને જોકે દાવો કર્યો હતો કે બાળક કે તેના પિતાને દેશ છોડવા માટે કોઇ જ આદેશ જારી નથી થયો. તેઓ ૨૦૨૪માં જ અમેરિકા આવ્યા હતા અને સક્રિય અસાઇલમ શરણનો કેસ છે. હાલમાં અમેરિકાના મિનેસોટામાં ઇમિગ્રન્ટ્સ પર આક્રામક કાર્યવાહી કરાઇ રહી છે. આ રાજ્યમાં મોટી સંખ્યામાં ઇમિગ્રન્ટ્સ છે. છેલ્લા છ સપ્તાહમાં જ આ રાજ્યમાંથી ૩૦૦૦ લોકોની ધરપકડ કરવામાં આવી ચુકી છે. આ બાળકની અટકાયતનો ફોટો અમેરિકાના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ કમલા હેરીસ દ્વારા જારેર કરાયો હતો અને ટ્રમ્પ સરકાર અને સુરક્ષા અધિકારીઓની ભારે ટિકા કરી હતી.  



Source link

Related Articles

Back to top button