गुजरात

યુવાધન કયા રસ્તે! અમદાવાદમાં કોલેજ બહાર હાઈબ્રીડ ગાંજો વેચતા બે આરોપીની ધરપકડ, 42 લાખનો મુદ્દામાલ જપ્ત | Ahmedabad News Vasna Commerce College SMC Raid Two arrested with hybrid ganja worth Rs 41 lakh


Ahmedabad News: અમદાવાદના વાસણા વિસ્તારમાં SMCની ટીમે એક મોટી કાર્યવાહી કરી છે. બાતમીના આધારે કરવામાં લેવાયેલા એક્શનમાં લાખોની કિંમતનો પ્રતિબંધિત હાઈબ્રીડ ગાંજો જપ્ત કરવામાં આવ્યો છે. જેમાં બે શખ્સની ધરપકડ કરવામાં આવી છે. સ્તબ્ધ કરી મૂકે તેવી વાત એ છે કે આરોપીઓ એક કોમર્સ કોલેજ નજીક વિદ્યાર્થીઓને ગાંજાનું વેચાણ કરતાં હોવાનો ખુલાસો થયો છે. ત્યારે સવાલ ઊભા થઈ રહ્યો છે કે આજનું યુવાધન કયા રસ્તે જઈ રહ્યું છે? 

બાતમી આધારે ગોઠવી હતી વોચ

સ્ટેટ મોનીટરીંગ સેલને 22 જાન્યુઆરી 2026ના રોજ એક માહિતી મળી હતી કે, દર્શીલ વાછાણી (રહે. વાસણા) અને તેનો સાગરીત હરીકૃષ્ણ રૈયાણી (રહે. ગોંડલ) હાઈબ્રીડ ગાંજાનો જથ્થો લઈ વાસણા વિસ્તારમાં છૂટક વેચાણ કરવાના છે. આ બાતમીના આધારે SMCની ટીમે પંચોની હાજરીમાં પ્રતાપકુંજ સોસાયટીના નાકે વોચ ગોઠવી હતી.

યુવાધન કયા રસ્તે! અમદાવાદમાં કોલેજ બહાર હાઈબ્રીડ ગાંજો વેચતા બે આરોપીની ધરપકડ, 42 લાખનો મુદ્દામાલ જપ્ત 2 - image

41,50,000ની કિંમતનો ગાંજો ઝડપાયો

તપાસ દરમિયાન આ બંને ઈસમો પાસેથી 1 કિલો 186 ગ્રામ હાઈબ્રીડ ગાંજો મળી આવ્યો હતો, જેની બજાર કિંમત અંદાજે 41,50,000 જેટલી થાય છે. આ ઉપરાંત અન્ય ચીજવસ્તુઓ મળી કુલ 42,38,810નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે. જે સાથે બે આરોપીઓની પણ ધરપકડ કરી છે. 

આ પણ વાંચો: અમદાવાદના શીલજ-રાંચરડા અને સાંતેજ રોડ પરના ફાર્મમાં શરાબ-શબાબની મહેફિલનો ટ્રેન્ડ, પોલીસની કામગીરી શંકામાં

કોલેજના વિદ્યાર્થીઓને ગાંજાનું વેચાણ કરતાં હોવાનો ખુલાસો

પકડાયેલા આરોપીઓની પૂછપરછમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે કે, તેઓ વાસણાના જય ફ્લેટમાં પેઈંગ ગેસ્ટ તરીકે રહી નજીકમાં આવેલી જી.બી.શાહ કોમર્સ કોલેજ પાસેના વિસ્તારમાં વિદ્યાર્થીઓને ગાંજાનું છૂટક વેચાણ કરતા હતા. આ કેસમાં ડ્રગ્સ સપ્લાય કરનાર અન્ય 3 વોન્ટેડ આરોપીઓ વિરુદ્ધ પણ ગાંધીનગર ખાતે NDPS એક્ટની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.



Source link

Related Articles

Back to top button