गुजरात
પોલીસ ભવન પાસે પાણીની લાઈન તૂટતા પાણીની રેલમછેલ | Water main breaks near police building causing waterlogging

![]()
શહેરના પોલીસભવન પાસે મુખ્ય માર્ગ પર આજે પાણીની લાઈનમાં ભંગાણ થવાથી વિપુલ માત્રામાં પાણીનો વેડફાટ થવા સાથે માર્ગ પર પાણી ની રેલમછેલ થઈ હતી.
જેલ રોડ પોલીસ ભવન પ્રવેશદ્વાર પાસે મુખ્ય માર્ગ પર પાણીની લાઈન તૂટતા વિપુલ માત્રામાં પાણીનો વેડફાટ થયો હતો. માર્ગ પર પાણીનો ભરાવો થતા પોલીસ ભવન તથા નર્મદા ભવન ખાતે અવર જવર કરતા નાગરિકો તથા અહીંથી પસાર થતા વાહનચાલકો પરેશાન થયા હતી.
તો બીજી તરફ, પાણીની લાઈન તૂટવાથી ઓછા પ્રેશરની સમસ્યા પણ ઉદ્ભવી હતી અને શહેરમાં અવાર નવાર પાણીની લાઈનમાં ભંગાણથી થતા પાણીના વેડફાટ અંગે લોકોએ મ્યુનિ. કોર્પોરેશનની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા છે..
ઘટનાની જાણ થતા મ્યુનિ. કોર્પોરેશનના પાણી પુરવઠા વિભાગે સમારકામ શરુ કર્યું છે.


