दुनिया

તેમની બૂટ પોલીશ કરવાની આદત ગઈ નથી, ગાઝા માટેનાં બોર્ડ ઓફ પીસમાં જોડાવાથી શરીફની ઉગ્ર ટીકા | Sharif’s habit of polishing his boots has not gone away joining the Board of Peace for Gaza



– શરીફ ટ્રમ્પને ગમે તે ભોગે રાજી રાખવા આતુર રહે છે

– ગાઝા અંગેની શાંતિ યોજનામાં જોડાવા માટે શહબાઝ શરીફ સામે દેશમાં વિરોધ વંટોળ : પીટીઆઈએ તેનું નેતૃત્વ લીધું

દેવોસ : ગાઝામાં શાંતિ સ્થાપવાના હેતુથી ટ્રમ્પનાં નેતૃત્વ નીચે રચાયેલાં બોર્ડ ઓફ પીસમાં જોડાવા માટે પાકિસ્તાનના વડા પ્રધાને લીધેલા નિર્ણયની તેમના દેશમાં ઉગ્ર ટીકાઓ થઇ રહી છે અને મુખ્ય વિપક્ષ પાકિસ્તાન તહેરિક એ ઇન્સાફ (પીટીઆઈ)એ તો ત્યાં સુધી કહી દીધું છે કે, શરીફની બૂટ પોલીશ કરવાની આદત ગઈ નથી. માત્ર પીટીઆઈ જ નહીં પરંતુ અન્ય તમામ રાજકીય પક્ષોએ પણ શરીફની ઉપર પસ્તાળ પાડતાં કહ્યું છે કે આ પગલું તેમણે પોતાના મનના તરંગો પ્રમાણે જ લીધું છે તે નિર્ણય લેતાં પૂર્વે અને તેેેને આખરી સ્વરૂપ આપતાં પૂર્વે તેમણે સમવાય તંત્રી સંસદના સભ્યો સાથે મંત્રણા કરવી જ જોઇતી હતી અને તે પછી જ આખરી નિર્ણય લેવો હતો.

પાકિસ્તાનના પર્વ કાનૂનમંત્રી બાબર આવાને કહ્યું હતું કે શરીફે બહુમોટી ભૂલ કરી છે. ટ્રમ્પનું આમંત્રણ સ્વીકારી તેમની બૂટપોલીશ કરવાની ટેવને લીધે દેશને ઘણું જ નુકશાન થયું છે. બાબર આવાને આગળ લખ્યું જો કોઈ બોર્ડ ઓફ પીસમાં બેસી અને તે પણ ટ્રમ્પને રાજી રાખવા તેને યોગ્ય કહી શકાય જ નહીં. તેમાંએ આંતરરાષ્ટ્રીય ગુનેગાર નેતન્યાહૂ જેવાને તે માટે જવાબદાર ઠરાવવાની બાબતને એક તરફ મુકી દેવી તે પાકિસ્તાન સામેના દેશદ્રોહ સમાન છે. આ ભયંકર ભૂલ કાયદે આઝમ (મહમ્મદ અલિ ઝીના)ના આદેશો વિરૂદ્ધ જવું તે ઐતિહાસિક ક્ષતિ છે. બાબર આવાને તેઓનાં પોસ્ટ ઠ ઉપર આ પ્રમાણે મુક્યું હતું, જે સમગ્ર પાકિસ્તાન અને દુનિયાભરમાં પ્રસારિત થઇ રહ્યું છે.

આટલું જ નહીં પરંતુ શરીફને આગળની ખુરશીમાં તો બેસવા દીધા જ ન હતા. ટ્રમ્પે જ્યારે આ શાંતિ સમજૂતીના ખતપત્રને વિધિવત જાહેર કર્યો ત્યારે શરીફને તો પાછળની લાઈનમાં ઊભા રાખવામાં આવ્યા હતા. તે અંગે પણ શરીફની ઉપર માછલાં ધોવાયાં છે.



Source link

Related Articles

Back to top button