1500 કિ.મી. દૂર સુધી પ્રહાર કરવા સક્ષમ ભારતની મિસાઈલ, DRDOએ કરી તૈયાર, જાણો ખાસિયત | India’s LRAShM Missile: 1500km Range in 15 Minutes DRDO’s New Hypersonic Power Revealed

![]()
India Hypersonic LRAShM Missile : ભારતે 15 મિનિટમાં 1500 કિલોમીટર દૂર દુશ્મનનો ખાતરો કરતી ઘાતક મિસાઈલ બનાવીને સંરક્ષણ ક્ષેત્રમાં ખળભળાટ મચાવી દીધો છે. સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO)એ ખાસ ભારતીય નૌસેના માટે બનાવેલી આ મિસાઈલનું નામ LRAShM (Long Range Anti-Ship Missile) છે. રિપોર્ટ મુજબ 26 જાન્યુઆરીએ દુનિયા ભારતની નવી હાઈપરસોનિક શક્તિ જોશે. એટલે કે પ્રજાસત્તાક દિવસ પર દિલ્હી સ્થિત કર્તવ્ય પથ પરેડમાં આ મિસાઈલ જોવા મળશે.
1500 કિમીની રેન્જ : ‘સી ઓફ વૉરની ગેમ-ચેન્જર’
ડીઆરડીઓના પ્રોજેક્ટ ડાયરેક્ટર એ.પ્રસાદ ગૌડે કહ્યું કે, આ મિસાઈલની સ્પીડ એવી છે કે, દુશ્મનો પણ તેને પકડી શકતા નથી. આ જ કારણે તેને ‘સી ઓફ વૉરની ગેમ-ચેન્જર’ કહેવામાં આવે છે. તેની રેન્જ 1500 કિલોમીટરની હોવાથી તે દુશ્મનના યુદ્ધજહાજોને ટાર્ગેટ કરી શકવાની ક્ષમતા ધરાવે છે. જો દરિયામાં ક્યાંય પણ ખતરો હશે તો ભારતી નૌસેના આ મિસાઈલનો ઉપયોગ કરીને માત્ર 15 મિનિટમાં દુશ્મનને પાણીમાં ધરબી શકે છે. તેમાં જુદા જુદા પ્રકારના પેલોડ અને વૉરહેડ લઈ જવાની ક્ષમતા હોવાના કારણે તે નાના કે મોટા યુદ્ધ જહાજોને નિશાન બનાવી સકે છે.
LRAShMની ખાસિયત…
- LRAShM એક હાઈપરસોનિક ગાઈડેડ મિસાઈલ છે.
- મિસાઈલ અવાજથી અનેક ઘણી સ્પીડે ઉડે છે
- મિસાઈલ 1500 કિમી દૂર દુશ્મનનો ખાતમો કરવાની ક્ષમતા ધરાવે છે.
- તે જુદા જુા પ્રકારના પેલોડ અને વૉરહેડ પણ લઈ શકે છે.
- મિસાઈલમાં દુશ્મન દેશમાં ઘૂસવાની અને ચકમો આપવાની ક્ષમતા
દુશ્મનને સરળતાથી આપી શકશે ચકમો
મિસાઈલની વિશેષ ખાસિયતની વાત કરીએ તો LRAShM દુશ્મનના આકાશમાં ઘૂસીને ચકમો આપી શકે છે અને સરળતાથી હુમલો પણ કરી શકે છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે, લાંબા અંતર સુધી ટાર્ગેટ કરનારી હાઈપરસોનિક મિસાઈલ હાલ ઓછા દેશો પાસે છે.
પ્રજાસત્તાક દિવસની પરેડમાં જોવા મલશે LRAShM ?
26 જાન્યુઆરીના રોજ પ્રજાસત્તાક દિવસે દિલ્હીના કર્તવ્ય પથ પર પરેડ યોજાશે, જેમાં LRAShM જોવા મલશે. આ ઉપરાંત DRDOના ટેબ્લોમાં ધનુષ ગત સિસ્ટમ, આકાશ (L) લૉન્ચર અને સૂર્યાસ્ત્ર રૉકેટ સિસ્ટમ પણ નિહાળવા મળશે. ડીઆરડીઓની ઘાતક મિસાઈલથી સ્પષ્ટ સંકેત છે કે, હવે ભારત માત્ર આયાત કરતો દેશ નથી, પરંતુ હવે દેશ એડવાન્સ્ડ મિસાઈલ ટેકનોલોજીમાં આત્મનિર્ભર શક્તિ બની ગયો છે.
આ પણ વાંચો : યુવક પર જીવલેણ હુમલા બાદ ઉજ્જૈનમાં હિંસા ભડકી, અનેક ઘરો પર પથ્થરમારો; બસમાં આગચંપી


