गुजरात

દુકાન માલિકના ઘરેથી રોકડા 1 લાખ તથા સાડા સાત તોલા દાગીનાની ચોરી : નોકર પર શંકા | Rs 1 lakh cash and seven and a half tolas of jewellery stolen from shop owner’s house



Vadodara : વડોદરાના તરસાલી રોડ પર આનંદ બાગ સોસાયટીમાં રોહીત નીતિનભાઈ ગુંડેચા ઈલેક્ટ્રીક વસ્તુઓનો વેપાર કરે છે. મકાનના ગ્રાઉન્ડ ફ્લોર પર જ તેમની દુકાન છે. મકરપુરા પોલીસ સ્ટેશનમાં તેમને ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગત 13મી તારીખે અને ફેમિલી સાથે કરવા ગયા હતા. અમે રસ્તામાં હતા કે દરમિયાન જરૂર લગાવેલા કેમેરાનું રેકોર્ડિંગ મોબાઇલમાં જોતા જણાઈ આવ્યું હતું કે અમારી દુકાનમાં કામ કરતો ગૌરાંગ બાબુભાઈ દલાલ (રહે-શરદનગર તરસાલી) અમારા મકાનના પહેલા માળે બેડરૂમમાં ગયો હતો અને તિજોરીનું લોક ખોલી અંદર રહેલો સામાન ચેક કરતો હતો.

ત્યારબાદ સાંજે 04:00 વાગે ફરીથી તે અમારા બેડરૂમમાં ગયો હતો જેથી અમે રસ્તામાંથી જ પરત આવ્યા હતા. અમે ગૌરાંગને બોલાવી ચોરી કહાની જાણ કરતા તેને આનાકાની કરી હતી ત્યારબાદ અમે કેમેરાનું રેકોર્ડિંગ બતાવતા તેને કહ્યું કે, મેં તિજોરી ખોલીને તો રૂપિયા કે દાગીનાની ચોરી કરી નથી તિજોરીમાંથી રોકડા એક લાખ ગાયબ હતા. થોડા સમય પહેલા પણ ઘરમાંથી સોનાના દાગીના અંદાજે સાડા સાત તોલાના ચોરી થયા હતા. પરંતુ તે સમયે અમે ફરિયાદ નોંધાવી ન હતી. આ ચોરી અંગે અમને ગૌરાંગ પર શંકા છે.



Source link

Related Articles

Back to top button