ગેરેજમાંથી નશાકારક કફ સિરપની 107 બોટલો ઝડપાઇ | 107 bottles of intoxicating cough syrup seized from garage

![]()
બગોદરા-ધંધુકા
ઓવરબ્રિજ નજીક
પ્રતિબંધિત
કફ સિરપ બોટલ સાથે લીંબડીના દેવપુરા ગામના બે શખ્સની ધરપકડ કરાઇ
બગોદરા –
બગોદરા-ધંધુકા ઓવરબ્રિજ નજીક ગેરેજમાંથી નશાકારક કોડેઇનયુક્ત
કફ સીરપની ૧૦૭ બોટલો સાથે લીંબડી તાલુકાના બે શખ્સ ઝડપાયા છે. પોલીસે ૩૭ હજારનો
મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી છે.
બગોદરા
પોલીસને બાતમી મળી હતી કે રાજકોટ-અમદાવાદ નેશનલ હાઇવે પર બગોદરા નજીક ધંધુકા ઓવરબ્રિજ
પાસે આવેલા એક બાઇક રિપેરિંગના ગેરેજમાં નશાકારક કફ સીરપનો જથ્થો છુપાવીને તેનું
વેચાણ કરવામાં આવી રહ્યું છે. બાતમીના આધારે પોલીસે એફ.એસ.એલ.અધિકારીઓની હાજરીમાં ગેરેજ પર રેઇડ
કરતા નશાકારક કફ સીરપની ૧૦૭ બોટલ મળી આવી હતી. પોલીસે નશાકારક કફ સીરપની ૧૦૭ બોટલો
(કિં. રૃ. ૧૭,૬૫૫) બે-મોબાઈલ (રૃ. ૨૦,૦૦૦) મળી સ્થળ પરથી રૃ. ૩૭,૬૫૫નો મુદ્દામાલ જપ્ત કરી મુકેશભાઇ વશરામભાઇ લખાત્રા (રહે. દેવપુરા,
તા. લીંબડી) અને વિષ્ણુભાઇ ગોરધનભાઇ ગોહીલ (રહે.
દેવપુરા, તા. લીંબડી)ની ધરપકડ કરી એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો
નોંધી કાર્યવાહી હાથ ધરી છે.


