બેન્કોમાં બોગસ દસ્તાવેજો રજૂ કરી 50 લાખ અને 1.97 કરોડની લોન લેનાર બે ભાઇઓ પકડાયા | two brober arrested in case of fraud with bank

![]()
વડોદરાઃ બેન્કોમાં બોગસ દસ્તાવેજો રજૂ કરી લાખોની લોન લેવાના કૌભાંડ અંગે નોંધાયેલા જુદાજુદા બે બનાવમાં વોન્ટેડ બે ભાઇઓને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડયા છે.
વિવિધ બેન્ક અને નાણાં ધીરતી સંસ્થા સમક્ષ ડૂપ્લિકેટ દસ્તાવેજો રજૂ કરી રૃ.૫૦ લાખ અને ૧.૯૭ કરોડની લોન મેળવી લેવાના બનાવ અંગે અકોટા પોલીસ તેમજ ગોરવા પોલીસ સ્ટેશનમાં બે ગુના નોંધાયા હતા.જેમાં સંડોવાયેલા બે આરોપી લાંબા સમયથી મળતા નહતા.
ક્રાઇમ બ્રાન્ચે કિર્તી સ્થંભ બસસ્ડેન્ટ પાસેથી ૫૦ લાખની લોનના ગુનામાં અકોટા પોલીસ સ્ટેશનના વોન્ટેડ ગુનેગાર અનિલ અરવિંદભાઇ ઘેલાણી(ખોડિયાર કૃપા,ગંગા નગર-૨,અમરેલી હાલ રહે.રાધેશ્યામ ફ્લેટ,જલસા ફ્લેટ પાસે,સેવાસી રોડ) તેમજ અકોટાના ઉપરોક્ત ગુના ઉપરાંત એસબીઆઇની ઇલોરાપાર્ક સ્થિત હોમલોન આપતી બ્રાન્ચમાંથી ૧.૯૭ કરોડની લોનના બનાવમાં વોન્ટેડ દર્શક ઉર્ફે દશરથ ઉર્ફે દર્શિત દકો અરવિંદભાઇ ઘેલાણી(હાલ રહે.ઠાકોર નગર, કિરણચોક,નાના વરાછા,સુરત)ને ઝડપી પાડયા છે.

