गुजरात
ઘરફોડ ચોરીના કેસની પતાવટ માટે પાંચ લાખ પડાવ્યા હતા | Five lakhs were collected to settle a burglary case

![]()
વડોદરા,નકલી પી.એસ.આઇ. બનીને લોકોને ડરાવી પૈસા પડાવતા આરોપીએ માંજલપુરમાં રહેતી મહિલાના છોકરાને ચોરીના કેસમાં છોડાવવા માટે પાંચ લાખ પડાવી લીધા હોવાની વિગતો તપાસ દરમિયાન બહાર આવી છે.
એસ.ઓ.જી.પોલીસે નકલી પી.એસ.આઇ. બનીને ગુનાખોરી કરતા આરોપી મોબીન ઉર્ફે સમીર ઇકબાલભાઇ સોદાગર (રહે. અલ કબીર કોમ્પલેક્સ, વાસણા તાંદલજા રોડ) ને ઝડપી પાડયો હતો. પોલીસની પૂછપરછ દરમિયાન તેણે કબૂલાત કરી હતી કે, માંજલપુર કોતર તલાવડી રોડ મારૃતિનગર સોસાયટીમાં રહેતા નયનાબેન વિનોદભાઇ રાજપૂતનો સાવકો પુત્ર અર્જુન સયાજીગંજ પોલીસ સ્ટેશનના ઘરફોડ ચોરીના ગુનામાં પકડાયો હતો. તેનો કેસ પતાવી દેવાના બહાને તેણે પાંચ લાખ પડાવી લીધા હતા. આરોપીનો પૈસા લેતો વીડિયો પણ પોલીસને મળી આવ્યો હતો. જેથી, નયનાબેને મોબીન ઉર્ફે સમીર સામે માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

