दुनिया

ગ્રીનલેન્ડ અમેરિકાના હાથમાં જશે તો રશિયા પર ખતરો વધશે : વ્લાદિમીર પુતિન | If Greenland falls into the hands of America the threat to Russia will increase: Vladimir Putin



– પુતિને 21ને બુધવારે મોડી રાત્રે રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ બોલાવી

– અમેરિકા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે કહ્યું હતું કે ગ્રીનલેન્ડ અંગે નાટોના મહામંત્રી માર્ટુ-રૂટ સાથેની વાતચીતમાં ભાવી રૂપરેખા ઘડાઈ છે

નવી દિલ્હી : અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગ્રીનલેન્ડ પર કબજો જમાવવાના પ્રયત્નોએ એક તરફ ડેન્માર્કને અસમંજસમાં મુકી દીધું છે, તો બીજી તરફ નાટો સંગઠનની એક જૂથતાને પણ આંચકો આપી દીધો છે. તેવામાં વ્લાદીમીર પુતિને બુધવાર તા. ૨૧મીના દિવસે, રશિયાની બેઠક બોલાવી હતી. જેમાં તેમણે તેમ કહ્યું હોવાનું જાણવા મળ્યું છે કે, તે સાથે આપણે કોઈ લેવા-દેવા નથી. તે બંને દેશોની આંતરિક બાબત છે. આપણે તે સાથે કોઈ લેવા-દેવા નથી.

પુતિને વધુમાં કહ્યું આમ તો, ડેન્માર્ક ગ્રીનલેન્ડને પોતાની એક કોલોની સમાન જ ગણતું હતું. જો કે તેના પ્રત્યે તે ક્રૂર નહીં પરંતુ ઘણું કડક તો હતું જ. જો કે તે એક અલગ વાત છે. તેમાં કોઇને હવે રસ પણ નહી હોય. મારૃં તો માનવું છે કે – તે વિવાદ તેઓ અંદરો અંદર જ ઉકેલી દેશે. રશિયન પ્રમુખે વધુમાં કહ્યું કે, ૧૯૧૭માં ડેન્માર્કે તે દ્વિપ સમૂહને અમેરિકાને વેચ્યો હતો. ૧૮૬૭માં રશિયાએ ૭૨ લાખ ડોલરમાં આલાસ્કા, અમેરિકાને વેચ્યો હતો.

ઉલ્લેખનીય છે કે ટ્રમ્પે બુધવારે સંકેત આપ્યો હતો કે, તેઓ ડેન્માર્કના હાથમાંથી ગ્રીનલેન્ડ લઈ લેવા બળ પ્રયોગ નહીં કરે. તેમણે દેવાસમાં ચાલી રહેલી વર્લ્ડ ઇકોનોમિક ફોરમની બેઠકમાં મીડીયાને કહ્યું હતું કે ગ્રીનલેન્ડ અંગે સમજૂતી સાધવા તેમણે નાટોના મહામંત્રી માર્ક સ્ટેની સાથે વાત કરી હતી. સ્ટે ભવિષ્યની સમજૂતીની રૂપરેખા પર સહમત થયા છે. આટલું જ નહીં ગ્રીનલેન્ડ અંગે યુરોપીય દેશો ઉપર નાખેલો વધારાનો ટેરીફ પણ રદ્દ કર્યો છે.

જાણકારો કહે છે કે, ટ્રમ્પે અકારણ આ વિવાદ ઉભો કર્યો હવે પુતિન ભલે ગમે તે કહે રશિયા રંગભૂમિમાં આવશે જ.



Source link

Related Articles

Back to top button