ઑસ્ટ્રેલિયા : બોન્ડીબીચ હુમલા પછી એક મહિને ન્યુ સાઉથવેલ્સમાં ગોળીબાર : 3નાં મોત 1ને ગંભીર ઈજાઓ | Australia: Shooting in New South Wales a month after Bondi Beach attack: 3 dead 1 seriously injured

![]()
– પોલીસ કહે છે : સીડની હત્યારાઓ ‘ઇસ્લામિક સ્ટેટ’ દ્વારા તૈયાર કરાયા હતા
– ‘લેઇક કાર્ગેલિયો’ શહેરની વૉકર સ્ટ્રીટમાં ગુરૂવારે બપોરે 4-40 વાગે બનેલી ઘટનાએ 14 ડીસે.- ’25 ના દિને બનેલી બોન્ડીબીચ ઘટનાની યાદ આપી : જે એક પાકિસ્તાનીએ કર્યો હતો
મેલબોર્ન : ઑસ્ટ્રેલિયાના સમૃદ્ધ રાજ્ય ન્યૂ સાઉથ વેલ્સમાં આવેલા માત્ર ૧૫૦૦ની જ વસતી ધરાવતા શહેર ‘લેઇક કાર્ગેલિયો’ની વૉકર સ્ટ્રીટમાં ગુરૂવારે બપોરે ૪-૪૦ વાગે અંધાધૂંધ ગોળીબાર થતા બે મહિલાઓ અને એક પુરૂષના સ્થળ પર જ મૃત્યુ થયા હતા અને એકને ગંભીર ઈજા થઈ હતી. તેને તુર્ત જ હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો હવે તેની હાલત સુધારા પર છે તેમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.
પોલીસે વધુમાં જણાવ્યું હતું કે, આ ગોળીબાર કરનારાઓ કે કરનાર હજી પકડાયા નથી. પોલીસ તેમની તપાસ ચલાવી રહી છે. જે કોઈને તેની માહિતી મળે તેણે ૧૮૦૦ ૩૩૩૦૦૦ ઉપર ફોન કરવો.
ઉલ્લેખનીય છે કે, આ ઘટના પૂર્વે આશરે ૧ મહિનાથી પણ એક સપ્તાહ પૂર્વે ડીસેમ્બર- ૧૪, ૨૦૨૫ના દિને યહુદીઓ હનુકાહ પર્વ ઉજવતા હતા ત્યારે બે જણાએ અંધાધૂંધ ગોળીબાર કરતા ૧૫ના જાન ગયા હતા. આ ઘટના સીડનીના બોન્ડી બીચ ઉપર બની હતી તે અંગે અપરાધીઓ પિતા- પુત્ર હતા અને મૂળ પાકિસ્તાની હતા.
સત્તાવાળાઓ માને છે કે હત્યારાઓ ઇસ્લામિક સ્ટેટ ગુ્રપ (ખિલાફતવાદીઓ) દ્વારા બ્રેઇન વૉશ કરી હત્યા કરવા ‘તૈયાર’ કરાયા હતા.
પોલીસનું કહેવું છે કે, આ સીલસીલો ૧૯૯૬થી ચાલી રહ્યો છે.



