EPFO 3.0માં મોટા બદલાવ! ATMથી કાઢી શકાશે પૈસા, AI કરશે મદદ… 8 કરોડ લોકોને ફાયદો | EPFO 3 0 Reform New Rules PF Withdrawal System Option AI Updates UPI Payment BHIM APP

![]()
EPFO 3.0 New Rule : કેન્દ્ર સરકારે પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (EPFO 3.0) માં મોટા ફેરફાર કર્યા છે, જેનાથી આઠ કરોડ લોકોને ફાયદો થશે. નવા ફેરફાર મુજબ હવે ઈપીએફઓના ખાતાધારકો એટીએમથી નાણાં ઉપાડી શકશે. એટલું જ નહીં પીએફમાંથી નાણાં ઉપાડવાના વિકલ્પોમાં પણ ફેરફાર કરાયા છે. આમ તો છેલ્લા ઘણા સમયથી પીએફ ઉપાડવાના નિયમો સરળ કરવામાં આવ્યા બાદ ક્લેમ સેટલમેન્ટના વધારો થયો છે.
EPFO 3.0માં શું ફેરફાર કરાયા ?
દેશની કોઈપણ EPFO ઓફિસમાંથી થઈ શકશે કામ : નવા ફેરફાર મુજબ હવે EPFO બેંકની જેમ કામ કરશે. અગાઉ PF સંબંધી સમસ્યા ઉભી થતી હતી તો કર્મચારીએ પોતાના વિસ્તારના EPFO ઓફિસમાં જવું પડતું હતું, જેમાં તે કર્મચારીઓના એકાઉન્ટ નંબર જોડાયેલો હતો. જોકે હવે EPFO 3.0 લાગુ થયા બાદ દેશની કોઈપણ EPFO ઓફિસમાં પોતાની કામ કરાવી શકાશે. આનો સૌથી મોટો ફાયદો તે કર્મચારીઓને થશે, જેઓ નોકરી માટે વારંવાર શહેર બદલે છે.
EPFO AI સિસ્ટમ : સૌથી મોટો ફેરફાર EPFOની વેબસાઈટમાં કરાયો છે, જેમાં વેબસાઈટ અને પોર્ટલ સંપૂર્ણ યુઝર ફ્રેન્ડલી બનાવાઈ છે. એટલે કે તેમાં AIથી ભાષાનું ભાંષાતર થતો વિકલ્પ જોડવામાં આવ્યો છે. તેથી હવે EPFOની માહિતી અન્ય ભાષામાં પણ મેળવી શકાશે. અંગ્રેજી ઉપરાંત હિન્દી, મરાઠી સહિત અન્ય તમામ ભાષાઓની માહિતી મેળવી શકાશે.
ATMથી નાણાં ઉપાડી શકાશે : EPFO 3.0 અન્ય એક મોટો ફેરફાર ‘PF ઉપાડ’માં કરાયો છે. હવે BHIM એપમાં UPIનો ઉપયોગ કરીને પીએફના પૈસા નીકાળી શકાશે. આ સુવિધા એપ્રિલ-2026 સુધીમાં શરૂ થવાની સંભાવના છે. એટલે કે હવે પીએફ એકાઉન્ટના નાણાં ATMથી પણ નીકાળી શકાશે.
આ પણ વાંચો : ટ્રમ્પની નવી કરતૂતથી ભારત-ચીનનું વધ્યું ટેન્શન, જાણો શું કર્યું
આ ત્રણ કેટેગરી હેઠળ ઉપાડી શકશે નાણાં
અગાઉ પીએફના પૈસા ઉપાડવા માટે મૂંઝવણભર્યા 13 જુદા જુદા કારણો અને નિયમો હતા. જોકે હવે તેને માત્ર ત્રણ સરળ કેટેગરીમાં મુકાયા છે.
1… Essential Needs : આ કેટેગરીમાં ગંભીર બિમારી, શિક્ષણ અને લગ્ન સામેલ છે. એટલે કે જીવન સંબંધીત મુખ્ય જરૂરીયાત વખતે આ કેટેગરીનો ઉપયોગ કરીને પીએફ એકાઉન્ટમાંથી નાણાં ઉપાડી શકાશે.
2… Housing Needs : જો તમારે ઘર ખરીદવું કે બનાવવું છે, અથવા તો તમારે હોમ લોન ચુકવવી છે તો તમે આ વિકલ્પનો ઉપયોગ કરીને પીએફની રકમ ઉપાડી શકો છો.
3… Special Situations : આ વિકલ્પ તે લોકો માટે છે જેમની નોકરી જતી રહી છે.
સૌથી મહત્ત્વની વાત…
• આ ત્રણેય વિકલ્પોનો સમયગાળો 12 મહિના કરવામાં આવ્યો છે. એટલે કે પીએફ ધારક શિક્ષણ માટે એક વર્ષમાં 10 વખત અને લગ્ન માટે પાંચ વખત પીએફમાંથી નાણાં ઉપાડી શકશે.
• અત્યાર સુધી PFના સભ્યો 75 ટકા સુધીની રકમ ઉપાડી શકતા હતા, જ્યારે ભવિષ્યમાં મળતા વ્યાજને અને નિવૃત્તિની બાદની સુરક્ષાને નુકસાન ન પહોંચે તે માટે એકાઉન્ટમાં 25 ટકા રકમ એકાઉન્ટ રાખવી ફરજીયાત હતી. જોકે હવે તેમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. એટલે કે હવે કોઈ સભ્ય બેરોજગાર હશે અને તેને એક વર્ષ સુધી નોકરી ન મળી હોય તો તે તેના PF એકાઉન્ટમાંથી 100 ટકા રકમ ઉપાડી શકશે.
EPFOમાં લગભગ 8 કરોડ એક્ટિવ સભ્યો
ઉલ્લેખનીય છે કે, EPFOમાં લગભગ 8 કરોડ એક્ટિવ સભ્યો છે, જેનું કુલ ફંડ લગભગ 28 લાખ કરોડ રૂપિયા છે. આગામી સમયમાં લેબર કોડ લાગુ થયા બાદ EPFOને અસંગઠિત ક્ષેત્રના કામદારોના ફંડની પણ જવાબદારી મળી શકે છે. EPFO 3.0ની સંપૂર્ણ ડિજિટલ સિસ્ટમ અત્યારે ટેસ્ટિંગ અને અમલીકરણના તબક્કામાં છે.
આ પણ વાંચો : સોના અને ચાંદીના ભાવમાં મોટી ઉથલપાથલ, જાણો લેટેસ્ટ કિંમત



