गुजरात

વડોદરાના અટલાદરામાં ગટર લાઇનની કામગીરી દરમિયાન જેસીબીનો ભાગ વાગી જતા ગેસ લાઇનમાં ભંગાણ | Gas line ruptured after part of JCB hit during sewer line work in Atladara Vadodara



Vadodara : વડોદરા શહેરના અટલાદરા વિસ્તારમાં ખિસકોલી સર્કલ પાસે ગટર લાઇનની કામગીરી દરમિયાન ગંભીર ઘટના સર્જાઈ હતી. ગટર લાઇનની ખોદકામની કામગીરી ચાલી રહી હતી તે દરમિયાન વપરાતા જેસીબી મશીનનો ભાગ અહીં આવેલી ગેસ લાઇનને વાગી જતા ગેસ લીકેજ સર્જાયું હતું. ગેસ લાઇનને નુકસાન પહોંચતા વિસ્તારમાં થોડા સમય માટે અફરાતફરી મચી ગઈ હતી.

ગેસ લીકેજની ગંધ ફેલાતાં આસપાસના રહેવાસીઓ અને દુકાનદારોમાં એકતા થઈ ગયા હતા અને તેઓમાં ભયની લાગણી પ્રસરી હતી. ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક ગેસ કંપનીના અધિકારીઓ તેમજ મ્યુનિસિપલ તંત્રની ટીમ સ્થળ પર પહોંચી ગઈ હતી. સુરક્ષાની દૃષ્ટિને ધ્યાનમાં રાખી ગેસ કંપનીના કર્મચારીઓ દ્વારા તાત્કાલિક કામગીરી હાથ ધરી ગેસ પુરવઠો બંધ કરવામાં આવ્યો હતો, જેના કારણે કોઈ મોટી જાનહાની કે દુર્ઘટના ટળી હતી. બાદમાં લીકેજ થયેલી લાઇનની મરામત શરૂ કરવામાં આવી હતી. સ્થાનિક લોકોનું કહેવું છે કે ખોદકામ દરમિયાન જરૂરી તકેદારી અને પૂર્વ તપાસના અભાવે આવી ઘટનાઓ બનતી હોય છે.



Source link

Related Articles

Back to top button