સૂર્યકુમાર યાદવ પર રૂ. 500 કરોડનો કેસ કરીશ! મેસેજ કરવાના આરોપ અંગે અભિનેત્રીની ચેતવણી | Khushi Mukherjee Said If Suryakumar Yadav loses the defamation case I will a case worth 500 crores

![]()
Khushi Mukherjee on Suryakumar Yadav: ભારતીય ક્રિકેટર સૂર્યકુમાર યાદવના ચાહકો અને એક્ટ્રેસ ખુશી મુખર્જી વચ્ચે વિવાદ વધતો જ જઈ રહ્યો છે. વાસ્તવમાં ખુશીએ એક ઈન્ટરવ્યુમાં દાવો કર્યો હતો કે, સૂર્યકુમાર યાદવ મને ખૂબ મેસેજ કરતો હતો. તેના આ દાવા બાદ સૂર્યકુમાર યાદવના ચાહક અને સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર ફૈઝાન અંસારી ભડકી ગયો અને તેણે ખુશી સામે 100 કરોડનો માનહાનિનો કેસ દાખલ કર્યો છે. હવે ખુશીએ તેને ચેતવણી આપી છે.
શું બોલી ખુશી?
એક ઈન્ટરવ્યુમાં ખુશીએ કહ્યું કે, ‘જો સૂર્યકુમાર યાદવ માનહાનિનો કેસ હારી જાય તો હું તેની સામે 500 કરોડ રેસ દાખલ કરીશ.’ આટલું જ નહીં તેણે એ પણ સ્પષ્ટ કર્યું કે, ‘મારા અને સૂર્યકુમાર યાદવ વચ્ચે કોઈ રોમાન્ટિક એંગલ નહોતો. અમે મિત્રોની જેમ જ વાત કરી હતી.’
કોઈ માનહાનિ વાળી વાત જ નહોતી
માનહાનિના કેસ મામલે ખુશી મુખર્જીએ કહ્યું કે, મને કોઈ માનહાનિની નોટિસ નથી મળી અને મને નથી લાગતું કે, મેં કોઈ પણ રીતે તેની માનહાનિ કરી છે. તે વાત તો મારા મોંઢામાંથી નીકળી ગઈ પરંતુ તેમાં કોઈ માનહાનિ વાળી વાત જ નહોતી. મારો ઈરાદો ક્યારેય તેની માનહાનિ કરવાનો નહોતો.
ફૈઝાન અંસારી પર સાધ્યું નિશાન
ફૈઝાન અંસારીનું નામ લીધા વિના ખુશીએ કહ્યું કે, ‘રહી વાત કેટલાક સસ્તા ઈન્ફ્લુએન્સરની તો તેઓ બોનફાયરમાં હાથ સેકવા આવી ગયા અને ભોંકવા લાગ્યા. તેમને ભોંકવા દો, હું માત્ર આટલું જ કહી શકી છું.’ રસપ્રદ વાત એ છે કે, આ સમગ્ર વિવાદમાં હજુ સુધી સૂર્યકુમાર યાદવનું કોઈ નિવેદન નથી આવ્યું.



