गुजरात
હળવદમાં ટ્રાફિકને અડચણરૃપ દબાણો પર જેસીબી ફેરવી દેવાયું


તંત્રની નોટિસ બાદ પણ દબાણ નહીં હટાવતા કાર્યવાહી
હાઇવે માર્ગો અને શહેરમાં ગેરકાયદ હોર્ડિંગ્સ પણ દૂર કરાયા ઃ માર્ગ ખુલ્લા થતાં ટ્રાફિકની સમસ્યા હળવી થઇ
હળવદ – હળવદ નગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પાલિકાએ નોટિસ ફટકાર્યા બાદ પણ દાબણકારોએ સ્વેચ્છાએ દબાણ દૂર નહીં કરતા આજે જેસીબી ફરી વળ્યું હતું. તેમજ ગેરકાયદે જાહેરાતના હોર્ડિંગ પણ હટાવવામાં આવ્યા હતા. રસ્તા પરથી દબાણ હટતા ટ્રાફિકની સમસ્યા હળવી થઇ છે.



