मनोरंजन
અમન દેવગનની ફિલ્મમાં શ્રીલીલાને સ્થાને કીર્તિ શેટ્ટી ગોઠવાઈ | Krithi Shetty to replace Sreeleela in Aman Devgan film

![]()
– શ્રીલીલાએ કોઈ કારણોસર ઝલક ફિલ્મ છોડી દીધી
– કીર્તિ શેટ્ટીને મિલાપ ઝવેરીની એક્શન ફિલ્મ બાદ બોલિવુડમાં બીજી ફિલ્મ મળી
મુંબઈ : અજય દેવગણના ભાણેજ અમન દેવગણની નવી ફિલ્મ ‘ઝલક’માં તેની હિરોઈન તરીકે શ્રીલીલાને સ્થાને કિર્તી શેટ્ટી ગોઠવાઈ ગઈ છે.
શ્રીલીલાએ આ ફિલ્મ શા માટે છોડી દીધી તે તત્કાળ જાણવા મળ્યું નથી. કીર્તિ શેટ્ટીને બોલિવુડમાં આ બીજી ફિલ્મ મળી છે. મિલાપ ઝવેરીની ટાઈગર શ્રોફ સાથેની ફિલ્મમાં પણ તે કામ કરી રહી છે.
‘આઝાદ’ પછી અમન દેવગણની આ બીજી ફિલ્મ હશે. ‘આઝાદ’ ફિલ્મ સદંતર ફલોપ ગઈ હતી. હવે હોરર કોમેડી ફિલ્મ ‘ઝલક’ પર તેને મોટી આશા છે. અજય દેવગણનો ભાણેજ હોવાને કારણે તેને આ ફિલ્મ મળી ગઈ છે પરંતુ આ ફિલ્મ પણ ફલોપ જશે તો તેની કારકિર્દી રોળાઈ જશે.



