गुजरात

કચ્છની સહકારી ક્રાંતિ: સરહદ ડેરીએ ઊંટડીના દૂધ અને આઈસ્ક્રીમ પ્લાન્ટથી પશુપાલકોને કર્યા માલામાલ | India’s First Camel Milk Plant in Sarhad Dairy In Kutch


India’s First Camel Milk Plant In Kutch : 26 જાન્યુઆરી, 2001ના એ વિનાશક ભૂકંપે કચ્છને ખેદાન-મેદાન કરી નાખ્યું હતું, પરંતુ કચ્છી માડુઓની ખુમારી અને સરકારના મક્કમ નિર્ધારને કારણે આજે કચ્છ વિકાસનું ગ્લોબલ મોડેલ બન્યું છે. કચ્છની આ સફળતામાં ‘સફેદ સોના’ સમાન દૂધ અને ખાસ કરીને સરહદ ડેરીનો સિંહફાળો રહ્યો છે. વર્ષ 2024-25માં ₹1200 કરોડથી વધુનું ટર્નઓવર કરી સરહદ ડેરીએ પશુપાલકોની આર્થિક સમૃદ્ધિના દ્વાર ખોલી દીધા છે.

કચ્છની સહકારી ક્રાંતિ:  સરહદ ડેરીએ ઊંટડીના દૂધ અને આઈસ્ક્રીમ પ્લાન્ટથી પશુપાલકોને કર્યા માલામાલ 2 - image

ઊંટડીનું દૂધ: કચ્છનું ‘સફેદ સોનું’ હવે દુનિયામાં ગાજ્યું

સરહદ ડેરીએ માત્ર પરંપરાગત દૂધ જ નહીં, પણ કચ્છના ઊંટપાલકોના નસીબ પણ બદલી નાખ્યા છે.

ભારતનો પ્રથમ પ્લાન્ટ: દેશનો સૌપ્રથમ ઊંટડીના દૂધને પ્રોસેસ કરવાનો પ્લાન્ટ સરહદ ડેરી પાસે છે.

આર્થિક વૃદ્ધિ: 350થી વધુ ઊંટપાલક પરિવારોને વાર્ષિક ₹8.72 કરોડથી વધુનું ચુકવણું કરવામાં આવે છે.

રાજભોગ આઈસ્ક્રીમ: સમગ્ર ભારતમાં ઊંટડીના દૂધની ‘રાજભોગ’ ફ્લેવરની આઈસ્ક્રીમ બનાવતી આ એકમાત્ર ડેરી છે, જેનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું હતું.

કચ્છની સહકારી ક્રાંતિ:  સરહદ ડેરીએ ઊંટડીના દૂધ અને આઈસ્ક્રીમ પ્લાન્ટથી પશુપાલકોને કર્યા માલામાલ 3 - image

આંકડાની નજરે સરહદ ડેરીની સિદ્ધિ

વિગત આંકડાકીય માહિતી
દૈનિક દૂધ એકત્રીકરણ 5.5 લાખ લિટર
પશુપાલકોની સંખ્યા 80,000 થી વધુ
દૈનિક ચુકવણું અંદાજે ₹3 કરોડ
વાર્ષિક ટર્નઓવર ₹1200 કરોડ (ઐતિહાસિક)
આઈસ્ક્રીમ વેરાયટી 80 થી વધુ પ્રકાર

બેન્કિંગ સુવિધાથી પશુપાલકો સશક્ત

સરહદ ડેરીએ માત્ર દૂધ જ નહીં, પણ પશુપાલકોને આર્થિક રીતે પણ ડિજિટલ બનાવ્યા છે. KDCC બેન્ક સાથે મળીને 31,000થી વધુ પશુપાલકોના ખાતા ખોલાવ્યા છે અને 438 દૂધ મંડળીઓને માઇક્રો એટીએમની સુવિધા આપી છે, જેથી પશુપાલકોને પૈસા માટે શહેરો સુધી દોડવું ન પડે.

કચ્છની સહકારી ક્રાંતિ:  સરહદ ડેરીએ ઊંટડીના દૂધ અને આઈસ્ક્રીમ પ્લાન્ટથી પશુપાલકોને કર્યા માલામાલ 4 - image

દુબઈથી કેરળ સુધી વૈશ્વિક ડંકો

તાજેતરમાં દુબઈમાં યોજાયેલા વિશ્વના સૌથી મોટા ફૂડ શો ‘ગલ્ફ ફૂડ એક્સ્પો’માં સરહદ ડેરીના ઊંટડીના દૂધના ઉત્પાદનોએ આકર્ષણ જમાવ્યું હતું. આ ઉપરાંત કેરળમાં ઇન્ટરનેશનલ ડેરી ફેડરેશનની કોન્ફરન્સમાં પણ એશિયા પેસિફિક ક્ષેત્રમાં ઊંટડીના દૂધના પ્રોસેસિંગમાં સરહદ ડેરીની કામગીરીની વૈશ્વિક નોંધ લેવામાં આવી હતી.

આ પણ વાંચો: બગદાણા કેસ મામલે મોટા સમાચાર: માયાભાઈ આહીરના પુત્ર જયરાજ SIT સમક્ષ હાજર

એવોર્ડ્સ અને સન્માન

સરહદ ડેરીની આ મજલને અનેક પુરસ્કારોથી નવાજવામાં આવી છે:

FOKIA એવોર્ડ (2014 & 2024) – ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને એગ્રીટેકમાં ઉત્કૃષ્ટતા માટે.

રોટરી ક્લબ એક્સેલન્સ એવોર્ડ (2017).

VNM TV ગ્રીન વર્કપ્લેસ એવોર્ડ (2025) – ટકાઉ કામગીરી માટે.

2009માં શ્રી વલમજી હુંબલ દ્વારા વાવેલું આ સહકારી બીજ આજે એક વટવૃક્ષ બની ગયું છે. આજે સરહદ ડેરી માત્ર દૂધ ઉત્પાદક સંઘ નથી, પણ કચ્છના પશુપાલકોની જીવાદોરી અને આત્મનિર્ભરતાનું પ્રતિક છે.



Source link

Related Articles

Back to top button