मनोरंजन

અભિનેતા સલમાન ખાનને દિલ્હી હાઈકોર્ટની નોટિસ, ચીનની કંપની સાથે જોડાયેલો છે કેસ | Salman Khan Personality Rights Delhi HC Issues Notice to Actor on Chinese AI Firm’s Plea



Salman Khan Personality Rights: ચીની AI વૉઈસ પ્લેટફોર્મ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર દિલ્હી હાઈકોર્ટે એક્ટર સલમાન ખાનના પર્સનાલિટી રાઈટ્સને લઈને વિચાર કરવા મામલે સહમતિ દાખવી છે. ચાઇનીઝ AI પ્લેટફોર્મે દિલ્હી હાઇકોર્ટના આદેશને પડકાર્યો છે. આ આદેશ એક્ટરના અવાજ, નામ, છબી અને ઓળખના વ્યાપારી દુરુપયોગને રોકવા માટે પસાર કરવામાં આવ્યો હતો.

હાઈકોર્ટે સલમાનને નોટિશ આપી

દિલ્હી હાઈકોર્ટે સલમાન ખાનને નોટિસ આપી, ચીનની કંપની દ્વારા કરાયેલી અરજી પર પોતાનો પક્ષ રાખવા જણાવ્યું છે. આ માટે હાઈકોર્ટે સલમાન ખાનને ચાર અઠવાડિયાનો સમય આવ્યો છે. હાઈકોર્ટે કહ્યું કે, સમગ્ર મામલે તમામ પક્ષની દલીલો સાંભળ્યા બાદ જ આગળની કાર્યવાહી કરવામાં આવશે.

27 ફેબ્રુઆરીએ થશે સુનાવણી

દિલ્હી હાઈકોર્ટે આ કેસમાં આગામી સુનાવણીની તારીખ 27 ફેબ્રુઆરી નક્કી કરી છે. અગાઉ દિલ્હી હાઈકોર્ટે સલમાન ખાનના વ્યક્તિત્ત્વના અધિકારોનું રક્ષણ કર્યું હતું અને તેમની પરવાનગી વિના તેના નામ, અવાજ અને અન્ય વિશિષ્ટ ઓળખ તત્વોના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો હતો.

નોંધનીય છે કે, સલમાન ખાને પોતાની બ્રાન્ડ વેલ્યુનો કોઈ ખોટો ફાયદો ન ઉઠાવે તેને લઈને પર્સનાલિટી રાઈટ્સના રક્ષણ માટે કેસ દાખલ કર્યો હતો. 

આ પણ વાંચો: ચહલ અને RJ મહવશની મિત્રતા વચ્ચે તિરાડના સંકેત, બંનેએ એકબીજાને કર્યા અનફૉલો

હવે કઈ ફિલ્મમાં જોવા મળશે સલમાન ખાન

સલમાન ખાનના વર્ક ફ્રન્ટ પર નજર નાખીએ તો, સલમાન છેલ્લે રશ્મિકા મંદાના સાથે ફિલ્મ સિકંદરમાં જોવા મળ્યો હતો. આ ફિલ્મ ફ્લોપ ગઈ અને તેને ખરાબ રિવ્યૂ મળ્યા હતા. હવે સલમાન ખાનના હાથમાં ‘ધ બેટલ ઓફ ગલવાન’ છે. આ ફિલ્મને લઈને ઘણી ચર્ચા થઈ રહી છે. સલમાન ખાને આ ફિલ્મ માટે ખૂબ મહેનત કરી હતી, શૂટિંગ દરમિયાન ઈજા પણ સહન કરી હતી. આ ફિલ્મને અપૂર્વા લાખિયા ડાયરેક્ટ કરી રહ્યા છે. ફિલ્મમાં સલમાન ખાન સહિત ચિત્રાંગદા સિંહ, અંકુર, ભાટિયા, અભિલાષ ચૌધરી, હારી સોહલ જેવા સ્ટાર્સ જોવા મળશે. 



Source link

Related Articles

Back to top button