गुजरात

જામનગરમાં શરૂ સેક્શન રોડ પર યુવાનના માથામાં હથોડી ફટકારી ફેક્ચર કરી નાખ્યું : અજાણ્યા શખ્સ સામે ફરિયાદ | young man was hit on head with hammer on Saru Section Road in Jamnagar



Jamnagar Crime : જામનગરમાં ખોડીયાર કોલોની વિસ્તારમાં રહેતા અને ચોકીદારી કરતા રમેશ લોકેશભાઈ કડાયત નામના 26 વર્ષના નેપાળી યુવાને પોતાના માથામાં હથોડી ફટકારી માથું ફોડી નાખી ફેકચર સહિતની ઈજા પહોંચાડવા અંગે એક અજાણ્યા શખ્સ સામે સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે, જ્યારે ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે જીજી હોસ્પિટલમાં ખસેડાયો છે, અને માથામાં ટાકા લેવા પડયા છે.

 પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરીયાદી અને તેના મિત્રો વગેરે એક ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપવા માટે ગયા હતા, અને ત્યાંથી બાઈકમાં પરત આવી રહ્યા હતા જે દરમિયાન બાઈકનો અવાજ થવાના મામલે એક સ્થાનિક શખ્સવસાથે ઝઘડો થયો હતો, જેણે ઉસકેરાઈ જઈ માથામાં હથોડી ફટકારી દેતા નેપાળી યુવાન ઘાયલ થયો છે. જે મામલે પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે.



Source link

Related Articles

Back to top button