गुजरात

આઇકોનિક રોડના કામમાં પાઇપલાઇનમાં ભંગાણથી પાણીનો વેડફાટ | Water wastage due to pipeline rupture during iconic road work



આજુબાજુ ના સ્થાનિક રહીશોના ઘરમાં પાણી ભરાયા..

મહાનગરપાલિકાની બેદરકારી થી ફરી પાણીનો વેડફાટ..

સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં પાણીનો ફેરફાર સતત સામે આવી રહ્યો છે ત્યારે સુરેન્દ્રનગર શહેરના ૬૦ ફૂટ રોડ ઉપર આવેલા અલકાપુરી ચોક વિસ્તારમાં આઇકોનીક રોડ બનાવવાની કામગીરી દરમિયાન મુખ્ય પાણીની પાઇપલાઇનમાં ભંગાર સર્જાય એવા પામ્યું હતું અને હજારો લિટર પાણીનો વેડફાટ સર્જાય એવા પામ્યો હતો એક તરફ સુરેન્દ્રનગર શહેરની જનતાને મહાનગરપાલિકા દ્વારા ત્રણ દિવસે પીવાનું પાણી આપવામાં આવી રહ્યું છે વઢવાણમાં પાંચ દિવસે પીવાનું પાણી વિતરણ કરવામાં આવી રહ્યું છે ત્યારે બીજી તરફ પાણીનો વેડફાટ સર્જાઈ જવા પામ્યો છે અને બિન ઉપયોગી પાણી રોડ રસ્તા ઉપર ફરી વળવા પામ્યો છે.

સુરેન્દ્રનગરના ૬૦ ફૂટ રોડને મહાનગરપાલિકા દ્વારા આઇકોનિક રોડ બનાવવામાં આવી રહ્યો છે છેલ્લા ત્રણ મહિનાથી આ કામગીરી ચાલી રહી છે ત્યારે કામગીરી દરમિયાન ખોદકામ કરવામાં આવતા મુખ્ય પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા આજુબાજુના સ્થાનિક લોકોના ઘર માં પણ પાણી ભરાઈ જવા પામ્યા હતા એક તરફ આઇકોનિક રોડનું કામ ત્રણ મહિનાથી ચાલી રહ્યું છે અને ખોદકામ કરી અને આ રોડ મૂકી દેવામાં આવ્યો છે..

ત્યારે રોડ ઉપર પાણી ભરાઈ ગયું હોવાના કારણે વાહન ચાલકોને પણ હાલાકી નો સામનો કરવો પડી રહ્યો હતો ત્યારે આ બાબતે તંત્રને જાણ કરવામાં આવતા પાણીની મુખ્ય પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા મુખ્ય પાણીની ટાંકી ખાતેથી વાલ્વ બંધ કર્યો હતો ત્યારે આગામી દિવસોમાં જ્યાં સુધી આ મુખ્ય પાણીની પાઇપલાઇન તૂટી ગઈ છે તે રીપેરીંગ નહીં થાય ત્યાં સુધી આ વિસ્તારના લોકોને પાણી કાપ સર્જાય તે પ્રકારની પરિસ્થિતિ પણ ઉભી થઈ છે.



Source link

Related Articles

Back to top button