गुजरात
હળવદના કડીયાણા માથક રોડ પાસે ઇનામી ડ્રોના નામે ફૂલેકું ફેરવ્યાનો આક્ષેપ | name of a prize draw near Kadiyana Mathak Road in Halvad

![]()
તાજેતરમાં
કરેલો ડ્રો બાદ ઇનામ આપ્યા વગર આયોજકો ભૂગર્ભમાં ઉતરી જતા તપાસની માગણી
સુરેન્દ્રનગર –
હળવદના કડીયાણા માથકર રોડ પાસે એક ધાર્મિક સંસ્થાના નામે
ટિકિટ બહાર પાડીને લાખો રૃપિયાનું ફૂલેકું ફેરવ્યાનો આક્ષેપ થયો છે. આ મામલે આયોજકો
ભૂગર્ભમાં ઉતરી જતા સ્થાનિક લોકો દ્વારા યોગ્ય તપાસની માગણી ઉઠી છે.
હળદવના
કડીયાણા માથક પાસે આવેલી ધાર્મિક સંસ્થાના ટિકિટ બહાર પાડીને આયોજકો દ્વારા
ગેરરીતિ આચરી હોવાના આક્ષેપ સ્થાનિક લોકો કરી રહ્યા છે. ધાર્મિક સ્થાનો દુરપયોગ
કરીને લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી છે. જોકે,૧૫ જાન્યુઆરીએ થયેલો ડ્રો બાદ ઇનામ આપ્યા
વગર આયોજકો નાસી છૂટયા હતા. આ ઘટનાને લઇ સ્થાનિક પ્રશાસન અને પોલીસ વિભાગમાં
ફરિયાદ કરવાની પણ તજવીજ ચાલી રહી છે.



