गुजरात

દંતેશ્વરમાં બાઇક સ્લિપ થતા યુવકના મોત અંગે ગુનો દાખલ | Case registered in connection with death of youth after bike slips in Danteshwar



 વડોદરા,દંતેશ્વર બરોડા સ્કૂલની સામે ફૂટપાથ પરથી મોડીરાત્રે એક યુવકનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળી આવતા પોલીસ દોડતી થઇ  ગઇ હતી.તપાસ દરમિયાન બાઇક સ્લિપ  થતા  યુવકનું મોત થયું હોવાનું બહાર આવતા પોલીસે આ અંગે અકસ્માતનો ગુનો દાખલ કર્યો છે.

ગત ૪ થી તારીખે મોડીરાત્રે  પોલીસને મેસેજ મળ્યો હતો કે, દંતેશ્વર બરોડા સ્કૂલની સામે રોડ પર એક ડેડબોડી પડી છે.યુવકને માથામાં આગળના ભાગે ઇજા થઇ હતી. પોલીસે નજીકમાં  પડેલી બાઇકના રજિસ્ટ્રેશન નંબરના આધારે તપાસ કરતા મૃતકનું નામ  જયેશ કૈલાસભાઇ કાપસે (ઉં.વ.૨૫) (રહે. રણજીતનગર, દંતેશ્વર) હોવાનું જાણવા મળ્યું હતું.  પોલીસની તપાસમાં બાઇક સ્લિપ થઇ જતા ગંભીર ઇજા થવાથી તેનું મોત થયું હોવાનું ખૂલ્યું હતું. જે અંગે મકરપુરા પોલીસે ગુનો દાખલ કર્યો છે. 



Source link

Related Articles

Back to top button