दुनिया

ગ્રીનલેન્ડ મુદ્વે યુરોપિયન દેશો અમેરિકા સાથે વાતચિત કરવા તૈયાર, યુએસ ટેરિફની અસર | European countries ready to talk to America on Greenland issue impact of US tariffs



બ્રેસલ્સ,૨૦ જાન્યુઆરી,૨૦૨૬,મંગળવાર 

વેનેઝુએલા પછી ગ્રીનલેન્ડ પરના અધિકારના મુદ્વે અમેરિકા અને યુરોપિયન દેશોના મતભેદો વચ્ચે હવે બંને પક્ષ  વાતચીત માટે તૈયાર હોવાના સંકેત મળી રહયા છે.યુરોપીય આયોગના પ્રવકતાએ તણાવ વધારવાના સ્થાને અમેરિકાએ લાદેલા ટેરિફથી બચવાનો માર્ગ કાઢવા પર ભાર મુકયો છે.  અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગ્રીનલેંડ પર કબ્જો મેળવવાની યોજનાનો વિરોધ કરી રહેલા યુરોપના દેશોના સંગઠન (ઇયુ)ના ૮ દેશો પર ટેરિફ વધારવાની ધમકી ઉચ્ચારી હતી. અમેરિકાએ ૧ ફેબુ્આરીથી ડેનમાર્ક,ફ્રાંસ સહિતના ૬ દેશો પર ૧૦ ટકા ટેરિફ નાખ્યું હતું જે ૧જુનથી વધારીને ૨૫ ટકા કરવાની વાત કરતા યુરોપિયન દેશો વાતચિત માટે તૈયાર થયા છે. 

 પ્રાપ્ત માહિતી અનુસાર આ અંગે ગત રવીવારે યુરોપિય સંઘના રાજદૂતોએ ઇમરજન્સી બેઠક બોલાવી હતી. જેમાં ગ્રીનલેન્ડના મુદ્વે અમેરિકા સામે જવાબી કાર્યવાહી કરવાના સ્થાવે સતત સંવાદ અને રાજકિય પ્રયાસો ચાલુ રાખવા પર સહમતી સધાઇ હતી. જો કે ગ્રીનલેંડ બાબતે યુરોપિયન દેશોમાં ધૂંધવાટ પણ યથાવત છે. યુરોપના રાજદૂતોએ ૯૩ અબજ યૂરો એટલે લગભગ ૧૦૮ અબજ ડોલર મૂલ્યની અમેરિકન આયાતના શૂલ્ક પેકેજ ઉપરાંત અમેરિકી કંપનીઓના સામાનને એકતરફી બજાર સુધી જતો નિયંત્રિત કરવા પર પણ ભાર મુકાયો હતો. યુરોપિય સંઘના નેતાઓ ગુરુવારે બ્રેસલ્સમાં મળવાના છે. જેમાં ગ્રીનલેન્ડના તાજા ઘટનાક્રમમાં અમેરિકીની પ્રતિક્રિયાનું મૂલ્યાંકન કરશે.  નિષ્ણાતોનું માનવું છે કે ગ્રીનલેંડ મુદ્વે અમેરિકા અને યુરોપિયન દેશો આમને સામને થવાના સ્થાને કોઇ ઉકેલની દિશામાં આગળ વધી શકે છે.



Source link

Related Articles

Back to top button