राष्ट्रीय

Video: મેળામાં ચાલતી રાઈડ અચાનક તૂટી પડી, 15 બાળકો ઈજાગ્રસ્ત, મધ્યપ્રદેશના ઝાબુઆની દુર્ઘટના | Jhabua Fair Tragedy 15 Children Injured After Amusement Ride Collapses in Madhya Pradesh



Jhabua Fair Tragedy: મધ્ય પ્રદેશના ઝાબુઆ જિલ્લામાં આયોજિત એક સ્થાનિક મેળામાં મોટી દુર્ઘટના ઘટી છે. જેમાં અચાનક એક રાઈડ પડી જવાથી લગભગ બે ડઝન બાળકો ઈજાગ્રસ્ત થયા હતા. સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે.

રાઈડ દુર્ઘટનામાં 15 બાળકો ઈજાગ્રસ્ત, 7-8 ગંભીર

ઝાબુઆ જિલ્લામાં મેલામાં બનેલી રાઈડ દુર્ઘટનાને લઈને પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે, શરૂ રાઈડ દરમિયાન અચાનક રાઈડનું સંતુલન બગડ્યું અને નીચે જમીન પર પડી ગઈ. રાઈડ પડવાની દુર્ઘટનાને પગલે ઘટનાસ્થળે અફરાતફરીનો માહોલ છવાયો હતો. ઘટનામાં ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં 15 જેટલાં બાળકોને દાખલ કર્યા હોવાનું સામે આવ્યું છે. જેમાંથી 7-8 બાળકોની હાલત ગંભીર હોવાનું જણાય છે. 

રાઈડ દુર્ઘટના બાદ ફરી એકવાર મેળા અને મનોરંજનના સાધનો પર સુરક્ષાને લઈને સવાલો ઉભા થયા છે. સ્થાનિકોનું કહેવું છે કે, મનોરંજન માટે મેળામાં રાઈડ્સ કોઈપણ યોગ્ય સુરક્ષા વગર ચલાવવામાં આવે છે. ન તો સાધનોની તપાસ કરવામાં આવે છે કે ન તો ઈમરજન્સીની વ્યવસ્થા જોવા મળે છે.

આ પણ વાંચો: હું ભિખારી નથી…’ ઈન્દોરના કરોડપતિ માંગીલાલ કેસમાં ટ્વિસ્ટ, કલેક્ટરે કહ્યું – તપાસ બાદ જ કાર્યવાહી

સોશિયલ મીડિયા પર ગુસ્સો અને ડર

સોશિયલ મીડિયા પર આ ઘટના વાઈરલ થતાં જ યુઝર્સ તરફથી પ્રતિક્રિયાઓનો પ્રવાહ શરૂ થઈ ગયો છે. ઘણા લોકોએ તેને માત્ર અકસ્માત તરીકે સ્વીકારવાનો ઇનકાર કર્યો. એક યુઝરે લખ્યું, “આ માત્ર અકસ્માત નથી, પરંતુ ગુનાહિત બેદરકારી છે.” બીજા એક યુઝરે નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે, “ભારતમાં કોઈપણ પ્રકારના સાહસનો પ્રયાસ ન કરો. અહીં કોઈ સેફ્ટી ચેક કરાતી નથી, બધું ભગવાન ભરોસે ચાલે છે.” 



Source link

Related Articles

Back to top button