ગ્રીનલેન્ડ સ્થિત પીટુ-ફિક બેઝ ઉપર અમેરિકાએ તેના યુદ્ધ વિમાન તૈનાત કર્યા : ગ્રીનલેન્ડ કબ્જે કરવાની કવાયત શરૂ | America deployed its warplanes at the Pitu Fik base in Greenland

![]()
– ટ્રમ્પ કહે છે આ પગલું ડેન્માર્ક અને ગ્રીનલેન્ડના સહકારથી ભરવામાં આવ્યું છે પરંતુ કોઈ તે માનવા તૈયાર નથી : ગ્રીનલેન્ડની ટુકડીઓની સાથે યુરોપીય દેશોની ટુકડીઓ જોડાઈ
વોશિંગ્ટન : અમેરિકાએ તેના ગ્રીનલેન્ડ સ્થિત મહત્વનાં લશ્કરી મથક પિટુ ફિક સ્પેસ બેઝ ઉપર યુદ્ધ વિમાનો ગોઠવવા શરૂ કર્યાં છે. નોર્થ અમેરિકન એરોસ્પેસ ડીફેન્સ કમાન્ડ (નોટાડે) આ વિમાનો ટૂંક સમયમાં પૂર્વયોજિત કાર્યક્રમ પ્રમાણે ગોઠવાઈ જવાનાં છે જે અમેરિકા, કેનેડા તથા કિંગ્ડમ ઓફ ડેન્માર્ક વચ્ચે થયેલી સમજૂતી અંતર્ગત છે. ગ્રીનલેન્ડની સરકારને પણ આ વિષે માહીતગાર કરાઈ રહી છે. તેમ નોટાડના અધિકારીઓએ કહ્યું છે. ખરેખર તે વિમાનો ક્યારે પહોંચશે તે વિષે કોઈ માહિતી અપાઈ ન હતી. પરંતુ તે ટૂંક સમયમાં ગોઠવાઈ જશે. સંભવત: ગોઠવાઈ ગયા જ હશે તેમ જાણકારો કહે છે.
દરમિયાન ડેન્માર્કની સહાયે જર્મની, ઈંગ્લેન્ડ, ફ્રાંસ સહિત કેટલાયે દેશોએ ગ્રીનલેન્ડમાં લશ્કરી ટુકડીઓ ગોઠવી દીધી છે.
અમેરિકાનું આ પિટુફિક ગ્રીનલેન્ડના ઉત્તર પશ્ચિમ સીમાડા ઉપર આવ્યું છે. જેનો હેતુ રશિયા અને હવે તેની સાથે ચીન પણ આર્કટિક પ્રદેશમાંથી (ઉ.ધુ્રવ ઓળંગી) આક્રમણ કરી શકે તેવી માન્યતાને આધારે ટ્રમ્પ ગ્રીનલેન્ડ પર કબ્જો જમાવવા માગે છે. આ એરબેઝ તેનો સામનો કરવા અમેરિકાએ ૧૯૫૧થી અહીં લશ્કરી મથક સ્થાપ્યું હતું તે માટે ડેન્માર્ક અને અમેરિકા સાથે કરારો પણ થયા હતા. પરંતુ હવે તો અમેરિકા તે ટાપુ દેશ ઉપર સીધો જ કબ્જો જમાવવા માગે છે. ગ્રીનલેન્ડ, ડેન્માર્ક, સહિત તમામ યુરોપીય દેશો તેનો વિરોધ કરે છે. ડેન્માર્કનાં વડાપ્રધાને અમેરિકાને ખુલ્લી ચેતવણી પણ આપી દીધી છે.


