અમદાવાદમાં 21 ગુનામાં સંડોવાયેલો કુખ્યાત આરોપી અઝહર ઝડપાયો, ગુજસીટોકના કેસમાં દોઢ વર્ષથી હતો ફરાર | Police arrest accused involved in 21 crimes including attempted kill and GUJCTOC in Ahmedabad

![]()
Ahmedabad News : અમદાવાદનો કુખ્યાત અને છેલ્લા ઘણાં સમયથી પોલીસથી ભાગતો ફરતો આરોપી અઝહરની ધરપકડ કરવામાં આવી છે. વેજલપુર પોલીસ અને ઝોન-7 પોલીસની ટીમે બાતમીના આધારે કાર્યવાહી કરીને જુહાપુરા-વેજલપુર વિસ્તારમાંથી રીઢા ગુનેગારને ઝડપી પાડ્યો છે.
21 ગુનામાં સંડોવાયેલો કુખ્યાત આરોપી અઝહર ઝડપાયો
પોલીસ દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહીમાં આરોપી પાસેથી એક વાહન, રોકડ રકમ તેમજ વિદેશી ચલણી નોટો કબજે કરવામાં આવી છે. આરોપી અઝહરનો ગુનાહિત ઈતિહાસ અત્યંત ચોંકાવનારો છે. આરોપી વિરુદ્ધ અત્યાર સુધીમાં કુલ 21 જેટલા ગંભીર ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મુખ્યત્ત્વે ખંડણી ઉઘરાવવી, હત્યાનો પ્રયાસ અને ગુજસીટોક જેવા કડક કાયદા હેઠળના ગુનાઓનો સમાવેશ થાય છે. તે ખાસ કરીને ગુજસીટોકના ગુનામાં વોન્ટેડ હતો અને પોલીસથી બચવા નાસતો ફરતો હતો.
આ પણ વાંચો: અમદાવાદના ધોળકા-સરોડા રોડ પર ગમખ્વાર અકસ્માત, ભાજપ કાઉન્સિલરના પતિનું ઘટનાસ્થળે મોત
નોંધનીય છે કે, અગાઉ કોર્ટ દ્વારા તેને શરતી જામીન આપવામાં આવ્યા હતા. પરંતુ તેણે જામીન પર બહાર આવ્યા બાદ પણ નવા ગુનાઓ આચર્યા હતા. આ કારણોસર તેના શરતી જામીન રદ કરવામાં આવ્યા હતા. સ્થાનિક વિસ્તારમાં તે લોકો પર ધાક-ધમકી જમાવીને ખંડણી માંગતો હતો અને ગંભીર ગુનાઓમાં સંડોવાયેલો રહેતો હતો. હાલમાં પોલીસે તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.



