गुजरात

જામજોધપુરના સડોદર ગામમાંથી ગંજીપાના વડે જુગાર રમી રહેલી પાંચ મહિલાઓ સહિત 8 જુગારીઓ પકડાયા | 8 gamblers including five women caught gambling from Sadodar village of Jamjodhpur



Jamnagar Gambling Raid : જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના સડોદર ગામમાં ગઈકાલે મોડી સાંજે પોલીસે જુગાર અંગે દરોડો પાડયો હતો, અને જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમી રહેલી પાંચ મહિલાઓ અને ત્રણ પુરુષો સહિત 8 જુગારીઓની અટકાયત કરી લઈ રોકડ રકમ તેમજ જુગારનો સામાન કબજે કર્યો છે.

 શેઠવડાળા પોલીસ સ્ટેશનની ટુકડી એ ગઈકાલે મોડી સાંજે જામજોધપુર નજીક સડોદર ગામમાં દરોડો પાડ્યો હતો, અને ત્યાંથી ગંજીપાના વડે જુગાર રમી રહેલા નરેન્દ્ર માધાભાઈ ચાંડપા, જેન્તીભાઈ વશરામભાઈ ધવલ, અને પ્રફુલ દેવાભાઈ ભદ્રુ નામના ત્રણ પુરુષો ઉપરાંત રંજનબેન વીરાભાઇ ભદ્રુ, તેમજ નિમુબેન સોમાભાઈ વારગીયા, પમાભાઈ ભદ્રુ, અને શારદાબેન શંકરદાસ શ્રીમાળી તેમજ કંકુબેન શામળદાસ ગાજણ સહિત 8 જુગારીઓની અટકાયત કરી લીધી છે. જેઓ પાસેથી રૂપિયા 11,410 ની રોકડ રકમ અને ગંજીપાના તેમજ જુગારનો સામાન કબજે કર્યો છે.



Source link

Related Articles

Back to top button