IGST-Cessનો ૪૦ ટકાનો લાભ લેવાના કૌભાંડમાં અમદાવાદ કસ્ટમ્સના ઇન્સ્પેક્ટર રૃપરામ યાદવની ધરપકડ થઈ | IGST scam

![]()
(પ્રતિનિતિરફથી) અમદાવાદ,સોમવાર
આઈજીએસટી અને સેસ મળીને ૪૦ ટકાની ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવવાના આચરવામાં આવેલા કૌભાંડમાં અમદાવાદ કસ્ટમ્સના જ ઇન્સ્પેક્ટર રૃપરામ યાદવની ધરપકડ કરવામાં આવી છે. છેલ્લા ઘણસમયથી એનર્જી ડ્રિન્કની એક્સપોર્ટ કરવાનું કૌભાંડ ચાલતું હોવાાથી ઇનપુટ ટેક્સ ક્રેડિટનો આંકડો બહુ જ મોટો હોવાની શક્યતા નકારી શકાતી નથી. ે.
ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સના અધિકારીઓએ આ ધરપકડ કરી છે, પરંતુ સરકારી અધિકારી હોવાથી તેઓ સમગ્ર કેસ પર ઢાંકપીછોડો કરી રહ્યા છે. ડીઆરઆઈના અધિકારીઓ રૃબરુ વાત કરવાનો કે ફોન પર માહિતી આપવાનો ઇનકાર કરી રહ્યા છખોડિયારના કન્ટેઈનર ડેપો પરથી એક્સપોર્ટના કન્સાઈનમેન્ટ ક્લિયર કરવામાં આવ્યા હતા. ધર્મરાજએન્ટરપ્રાઈસ જેવી બોગસ કંપની ચાલુ કરીને તેના નામથી એક્સપોર્ટના કન્સાઈનમેન્ટ રવાના કર્યા હતા. કન્સાઈનમેન્ટમાં મોકલવામાં આવેલા સોફ્ટ ડ્રિન્ક્સ પણ બોગસ જ હોવાનું માનવામાં આવે છે. તે બોટલમાં સીલ કરેલું કલરફુલ પાણી જ હોવાનું બહાર આવ્યું છે.પરંતુ સોફ્ટ ડ્રિન્ક્સની નિકાસ પર આઈજીએસટી અને સેસ મળીને ૪૦ ટકા મળતા હોવાથી બીજા એક ઇન્સ્પેક્ટરના ઓળખીતાના ઇમ્પોર્ટ એક્સપોર્ટ કોડનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેની નિકાસ એનર્જી ડ્રિન્ક તરીકે કરવામાં આવતી હતી. આ પ્રકારના સંખ્યાબંધ કન્સાઈનમેન્ટ અગાઉ ગયા હોવાથી આઈજીએસટીનો બોગસ ઇનપુટ ટેક્સ ક્રેડિટનો આંકડો કરોડોમાં જવાની સંભાવના છે.
ડીઆરઆઈ તરફથી રૃપરામ યાદવ સામેની તપાસનો પત્ર મળતાં વેંત જ ગઈ બારમી જાન્યુઆરીએ કસ્ટમ્સ ડિપાર્ટમેન્ટે રૃપરામ યાદવને સસ્પેન્ડ કરી દીધો હતો. રૃપરામ યાદવ સામેના ડિજિટલ એવિડન્સ ડીઆરઆઈના અધિકારીઓને મળી આવ્યા હતા. રૃપરામ યાદવ સામેની રૃા. ૨ કરોડથી વધુ રકમ મેળવવાનો આરોપ હોવાથી જ તેની ધરપકડ કરવામાં આવી છે. તેનાથી ઓછી રકમનો કેસ હોય તો ધરપકડ કરવામાં આવતી નથી.તેની સાથે કસ્ટમ્સના અન્ય એક ઇન્સ્પેક્ટર કે અધિકારીની સંડોવણી હોવાનું પણ જાાણવા મળી રહ્યું છે. તેની સામેની તપાસ ચાલી રહી છે. ટૂંક સમયમાં તેની પણ ધરપકડ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.


