गुजरात

અમદાવાદ: અતિ વ્યસ્ત શાહીબાગ અંડરબ્રિજ 5 દિવસ માટે બંધ રહેશે, વાહનચાલકો માટે ડાયવર્ઝન જાહેર | Ahmedabad News Bullet Train Project work Shahibagh Underbridge to be closed for 5 days


Shahibagh Underbridge Closed: અમદાવાદ શહેરમાં ચાલી રહેલા બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી માટે અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા શાહીબાગ અંડરબ્રિજ 5 દિવસ પૂરતો બંધ કરવા માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જે અંતર્ગત શહેરના અતિ વ્યસ્ત ગણાતા શાહીબાગ અંડરબ્રિજ આગામી 23 જાન્યુઆરીથી 5 દિવસ માટે વાહનવ્યવહાર માટે સંપૂર્ણ બંધ રહેશે.

ક્યાં સુધી બંધ રહેશે રસ્તો?

ટ્રાફિક વિભાગના જાહેરનામાં અનુસાર શાહીબાગ અંડરબ્રિજ ઉપર બુલેટ ટ્રેનના સેગમેન્ટ લગાવવાની અને પાયલોટીંગની કામગીરી માટે તારીખ 23 જાન્યુઆરી 2026 (રાત્રે 08:00 કલાકથી) લઈને તારીખ 28 જાન્યુઆરી 2026 (રાત્રે:12:00 કલાક સુધી) આ બ્રિજના ત્રણેય પ્રવેશ અને બહાર જવાના માર્ગો બંધ રહેશે.

વાહનચાલકો માટે વૈકલ્પિક વ્યવસ્થા (ડાયવર્ઝન): 

નાગરિકોને હાલાકી ન પડે તે માટે નીચે મુજબના વૈકલ્પિક રસ્તાઓનો ઉપયોગ કરવા સૂચના અપાઈ છે

1:દિલ્હી દરવાજા કે સુભાષબ્રિજથી એરપોર્ટ/ગાંધીનગર જવા માટે: વાહનચાલકો સુભાષબ્રિજના છેડે આવેલા શિલાલેખ ફ્લેટ પાસેથી રિવરફ્રન્ટનો ઉપયોગ કરી, ડફનાળા રિવરફ્રન્ટ માર્ગે થઈને એરપોર્ટ તથા ગાંધીનગર જઈ શકશે.

2:એરપોર્ટ/ગાંધીનગરથી શહેર તરફ (કાલુપુર/દિલ્હી દરવાજા) આવવા માટે: એરપોર્ટ તરફથી આવતો ટ્રાફિક ડફનાળા રિવરફ્રન્ટનો ઉપયોગ કરી શકશે. જ્યારે અસારવા, ગીરધરનગર કે કાલુપુર જવા માટે શાહીબાગ થઈને મહાપ્રજ્ઞજી બ્રિજનો ઉપયોગ કરી શકાશે.

3:ગીરધરનગર/અસારવાથી એરપોર્ટ/ગાંધીનગર જવા માટે: આ રસ્તેથી આવતા વાહનો શાહીબાગ થઈ, અનેક્ષી અને ગાયત્રી મંદિર થઈને આર્મી કેન્ટોનમેન્ટના રસ્તે એરપોર્ટ જઈ શકશે. તેમજ ત્યાંથી ઈન્દીરાબ્રિજ થઈ ગાંધીનગર જઈ શકાશે.

અમદાવાદ ટ્રાફિક પોલીસનું જાહેરનામું

અમદાવાદ: અતિ વ્યસ્ત શાહીબાગ અંડરબ્રિજ 5 દિવસ માટે બંધ રહેશે, વાહનચાલકો માટે ડાયવર્ઝન જાહેર 2 - image



Source link

Related Articles

Back to top button