गुजरात

ગુજરાત ભાજપ પ્રદેશ કારોબારીની યાદી જાહેર, 26 આમંત્રિત તેમજ 79 સભ્યોનો સમાવેશ | gujarat bjp pradesh karyakari list Jagadish Vishwakarma


ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા સંગઠનના પ્રદેશ કારોબારીની જાહેરાત કરવામાં આવી, પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ સૂચવેલા નવા સંગઠન માળખામાં 106 સભ્યોને સ્થાન આપવામાં આવ્યું છે જેમાં 79 કારોબારી સભ્યો તેમજ 26 વિશેષ આમંત્રિત સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ભારતીય જનતા પાર્ટીના બંધારણ મુજબ પ્રદેશ અધ્યક્ષ તથા પ્રદેશ હોદ્દેદારો સહિતના (એક પ્રદેશ અધ્યક્ષ+105 સભ્યો) કુલ 106 લોકોની પ્રદેશ કારોબારી હોય છે.

મહત્વનું છે કે પ્રદેશ કારોબારીમાં વિશેષ આમંત્રિત સભ્યોમાં ભાજપના જૂના જોગીઓને સ્થાન આપવામાં આવ્યું છે: જેમાં રાજકોટ શહેરમાં વજુભાઈ વાળા, ભાવનગર શહેરમાં રાજેન્દ્રસિંહ રાણા, અમરેલીમાં પરશોત્તમભાઈ રૂપાલા, જામનગર જિલ્લામાં આર. સી. ફળદુ, મહેસાણામાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, અમદાવાદ જિલ્લામાં ભુપેન્દ્રસિંહ ચુડાસમા, કર્ણાવતીમાં સુરેન્દ્રભાઈ પટેલ, ગોરધનભાઈ ઝડફિયા, પ્રદિપસિંહ જાડેજા, નરહરિભાઈ અમીન સહિત 26 આમંત્રિત સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. 

જુઓ 79 કારોબારી સભ્યોની સમગ્ર  યાદી

ગુજરાત ભાજપ પ્રદેશ કારોબારીની યાદી જાહેર, 26 આમંત્રિત તેમજ 79 સભ્યોનો સમાવેશ 2 - imageગુજરાત ભાજપ પ્રદેશ કારોબારીની યાદી જાહેર, 26 આમંત્રિત તેમજ 79 સભ્યોનો સમાવેશ 3 - imageગુજરાત ભાજપ પ્રદેશ કારોબારીની યાદી જાહેર, 26 આમંત્રિત તેમજ 79 સભ્યોનો સમાવેશ 4 - imageગુજરાત ભાજપ પ્રદેશ કારોબારીની યાદી જાહેર, 26 આમંત્રિત તેમજ 79 સભ્યોનો સમાવેશ 5 - image



Source link

Related Articles

Back to top button