गुजरात

ગઢડામાં વૃદ્ધની હત્યા કરનાર બે ભાઈઓ ગિરફતાર | Two brothers arrested for murdering elderly man in Gadhada



– હત્યારાને સાથે રાખી પોલીસે ઘટનાનું રિ – ક્નસ્ટ્રકશન કર્યું 

– દુકાન પાસે મોટરસાયકલ પાર્ક કરવા મામલે બે જૂથ વચ્ચે બોલાચાલી થઈ હતી

ગઢડા : ગઢડામાં મકરસંક્રાંતિના દિવસે મોટરસાયકલ પાર્ક કરવા મામલે બે પક્ષ વચ્ચે બોલા- ચાલી થઈ જતા બન્ને વચ્ચે છરા લાકડી વડે મારામારી થઈ હતી.આ પ્રકરણમાં વૃદ્ધનું મોત નિપજતા મારા મારા મારીનો બનાવ હત્યામાં પરિણ્યો છે.આ બનાવ સંદર્ભે ગઢડા પોલીસે બે શખ્સને ઝડપી લઇ ઘટનાનું રિ – ક્નસ્ટ્રકશન કર્યું હતું.

ગઢડાના કામમાં કાંઠે હુડકો સોસાયટીમાં રહેતા મુનાજભાઈ અહેમદભાઈ તરકવાડીયાની ખટકી વાડ ખાતે આવેલી મટનની દુકાનની બાજુમાં  યુનુસ ઓસમાણભાઈ તરકવાડિયાની દુકાન  આવેલ હોય અને મુનાજભાઈએ દુકાન પાસે મોટાસાયકલ પાર્ક કરવા બાબતે મુનાજભાઈ તથા તેના પિતા સાથે બોલાચાલી ઝઘડો કરી ગાળો આપી પિતા અહેમદભાઈને માથાના ભાગે લોખંડના પાઇપનો ઘા ઝીંકી ગંભીર ઈજા પહોંચાડી હતી. તથા મહેબૂબ ઓસમાણભાઈ તરકવાડીએ મુનાજભાઈને લોખંડના પાઇપ વડે માર મારી મુંઢ ઈજા પહોચાડી હતી.ઇજાગ્રસ્ત અહેમદભાઈને હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમનું મોત નીપજતા મારા મારી ના બનાવ હત્યામાં પરિણમ્યો હતો.જ્યારે ગઢડા પોલીસે હત્યાનું કલમનો ઉમેરો કરી વૃદ્ધની હત્યા કરનાર યુનુસ ઓસમાણભાઈ તરકવાડિયા અને તેનો ભાઈ મહેબૂબ ઓસમાણભાઈ તરકવાડીની માંડવાના કબ્રસ્તાન પાસેથી ધરપકડ કરી હતી.અને પોલીસે બન્ને શખ્સને સાથે રાખી ઘટનાનું રિ – ક્નસ્ટ્રકશન કર્યું હતું.

હત્યામાં વપરાયેલ હથિયાર ઘરમાં છુપાવ્યા હતા

ગઢડામાં વૃદ્ધની હત્યા કરી બન્ને ભાઈઓ હથિયાર ઘરમાં છુપાવી નાસી છૂટયાં ગઢડા પોલીસે બન્ને ઇસમના ઘરમાંથી ધારીયુ અને લાકડી કબ્જે કરી છે.તેમજ હત્યા સમયે પહેરેલા લોહી વાળા કાપડ પણ પોલીસે કબ્જે લઈ વધુ તપાસ હાથ ધરી છે.



Source link

Related Articles

Back to top button