નડિયાદમાં ગંજબજારમાં ભાડાપટ્ટાની મુદત પૂર્ણ છતાં પ્લોટ અને દુકાનોનો કબજો લેવામાં મનપાના ઠાગાઠૈયા | expiry of the lease term in Ganjbazar there is a rush to take possession of plots and shops

![]()
– શરતોનો ભંગ, ભાડુઆતોના અપાવા અને વેચાણ કરવાના કિસ્સા પણ સામે આવ્યાં
– 30 ડિસેમ્બર 2022 ના રોજ જનરલ બોર્ડમાં ઠરાવ નં. 67 થી ગંજબજારના પ્લોટ અને દુકાનોનો કબજો લેવા આદેશ થયો હતો, તાકીદે દુકાનો ખાલી કરવાવની માગણી
નડિયાદ : નડિયાદ પાલિકામાંથી મહાનગરપાલિકા બનાવાવમાં આવી છે. પરંતુ ગંજ બજારમાં આવેલા પ્લોટ અને દુકાનોનો કબજો પરત લેવા માટે ૨૦૨૨માં પાલિકાના સમયે ઠરાવ થયો હતો. પરંતુ તાત્કાલિન ચીફ ઓફિસર અને હાલના ડેપ્યુટી કમિશનરે પણ ઠરાવને અમલવારી કરી નથી. શરતોનો ભંગ, ભાડુઆતોના આપવા અને વેચાણ કરવાના કિસ્સા પણ બન્યા હતા.
નડિયાદ પાલિકાના તત્કાલિન સત્તાધિશોએ સામાન્ય સભામાં તા. ૩૦.૧૨.૨૦૨૨ના રોજ ઠરાવ નં.૬૭ સર્વાનુમતે પસાર કર્યો હતો. આ ઠરાવનો મુખ્ય હેતુ પાલિકાની માલિકીની ભાડાપટ્ટાની દુકાનો અને પ્લોટનો કબજો પરત મેળવવાનો હતો. આ ઠરાવમાં ગંજ બજાર વિસ્તારમા ંઆવેલા પ્લોટ અને દુકાનોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. ગંજ બજારમાં આવેલા પ્લોટ નં. ૨,૭, ૧૪, ૫૧/૧, ૫૧/૨, ૭૧, ૭૩, ૮૪, ૮૮ અને ૯૦ એમ કુલ ૧૦ પ્લોટ જે ૧૦૦૦ અને ૫૦૦ ચોરસ ફૂટના છે. તે શેકખંડ તળાવ પૈકીની જમીન પર આવેલા છે.
૧૯૭૨માં ભાડે અપાયેલા પ્લોટોમાં ભાડુઆતોએ શરતોનો ભંગ કરી પેટા ભાડે આપી દીધા છે. સરકારના ૨૦૦૧ના હુકમ મુજબ, જળાશયની જમીન હોવાથી તેનો કબજો પરત લેવા આદેશ કરાયો હતો. આ ઉપરાંત ગંજ બજારમાં આવેલી દુકાન નં. ૨૮, ૨૮/૨/એ, ૫૮/૧, ૭૨/૧, ૭૨/૨, મળી કુલ ૯ દુકાનો, જે વરસાદી પાણીના નિકાલની જગ્યા પર ૧૯૯૯માં બાંધવામાં આવી હતી અને જાહેર હરાજીથી ભાડે અપાઇ હતી.
ડિસેમ્બર ૨૦૨૦૨માં ઠરાવ થયો ત્યારે પાલિકા હતી હવે નડિયાદ મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યો છે. વહીવટી માખખુ મોટું થયુ છે અને સત્તા વધી છે. પરંતુ ગંજ બજારમાં ભાડાપટ્ટો પૂર્ણ થયો હોવા છતાં અને કેટલીક દુકાનો ભાડાપટ્ટાની શરતોનો ભંગ કરી અને પેટા ભાડુઆતોને આપવા ઉપરાંત વેચાણ કરવાના પણ કિસ્સા બન્યાં હોવા છતાં દુકાનો ખાલી કરાવવાની ઇચ્છાશક્તિ હજુ અધિકારીઓ પાસે દેખાતી નથી. ઠરાવ દરમિયાન તત્કાલિન ચીફ ઓફિસર તરીકે રૂદ્રેશ હુદળ ૩૧.૧૨.૨૦૨૪ સુધી ફરજ પર હતા અને હવે ડેપ્યુટી કમિશનર તરીકે ફરજ બજાવે છે અને તેમનો કાર્યકાળ દરમિયાન ઠરાવ થયો હતો. તેમના જ સમયમાં મહાનગરપાલિકા બની છતાં ઠરાવની અમલવારીમાં ઠાગાઠૈયા કરવામાં આવી રહ્યાં છે.
પાણીના નિકાલની જગ્યા પર દબાણ છતાં નિર્ણય કરાયો નથી
ગંજ બજારમાં જે જગ્યાએ દુકાનો બનાવવામાં આવી હતી. તે મૂળ વરસાદી પાણીના નિકાલ માટેની ખુલ્લી જગ્યા હતી. ૧૯૯૯માં અહીં બાંધકામ થયું હતું. તે બાદ ૨૦૦૧માં રાજ્ય સરકારે પાણીના ોત પર થયેલા બાંધકામ દૂર કરવાનો આદેશ રાજ્યભરમાં કર્યો હતો, આ બાબત તત્કાલિન સત્તાધીશોએ પોતાના ઠરાવમાં પણ ટાંકી છે. તેમજ કાર્યવાહી માટે ચીફ ઓફીસરને સ્પષ્ટપણે આ બાબતો વર્ણવીને જાણ કરી હતી, ત્યારે પાણીના નિકાલના ોત પર બાંધકામ હોવા છતાં તંત્ર કોઈ યોગ્ય નિર્ણય કરવા તૈયાર દેખાતુ નથી.
શરતોના ભંગ અંગે ઠરાવમાં પણ ટાંક્યુ છતાં પણ કબજો પરત લેવાયો નથી
તત્કાલિન સત્તાધીશો દ્વારા ૨૦૨૨માં ૬૭ નંબરથી કરાયેલા ઠરાવમાં ગંજ બજારની આ દુકાનોના ભાડુઆતોની મદ્દત પૂર્ણ થઈ ગઈ હોવાની સાથોસાથ કેટલાક ભાડુઆતોએ ભાડાપટ્ટાની શરતોનો ભંગ કર્યો હોવાનું ટાક્યુ છે. જેમાં ગેરકાયદેસર રીતે અન્ય ઈસમોને વેચાણ આપવા ઉપરાંત તંત્રમાં ભાડુ જમા ન કરાવતા હોય તત્કાલ આ જગ્યાઓનો કબ્જો પરત લેવાનું સ્પષ્ટ જણાવ્યુ હતું.
તંત્રને લાખો રૂપિયાની આવક બંધ : ભાડુઆતોને ઘી – કેળા જેવી સ્થિતિ
આ દુકાનોના નિયમિત ભાડા આવતા હતા ત્યાં સુધી તંત્રને નિયમિત આવક હતી. શહેરભરના ભાડાઓની કરોડો રૂપિયાની આવક હતી. હવે આ જ મુજબ તમામ ભાડાપટ્ટા પૂર્ણ થઈ ગયા છે, એટલે તંત્ર નિયમ મુજબ ભાડા વસુલી શકે નહીં, જેથી હવે લાખો રૂપિયાની આવક બંધ થઈ છે. બીજીતરફ દુકાનોનો કબ્જો પરત ન લેતા ભાડુઆતો અને પેટા ભાડુઆતોને ઘી-કેળા જેવી પરીસ્થિતિ છે.


