दुनिया
ટ્રમ્પની હિટલરશાહી સામે યુરોપના દેશોનો વિદ્રોહ


– ટ્રમ્પે 10 ટકા ટેરિફ નાખતા યુરોપીયન યુનિયને વેપાર કરાર અટકાવ્યો
– ટેરિફ-ગ્રીનલેન્ડનો વિવાદ નહીં ઉકલે તો યુરોપ જ નહીં અમેરિકાને પણ વેપારમાં અબજો ડોલરના નુકસાનનું જોખમ
– વિશ્વ શાંતિ માટે ગ્રીનલેન્ડ પર અમેરિકાનું નિયંત્રણ અત્યંત જરૃરી : ટ્રમ્પ
બર્લિન: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વેનેઝુએલા પર ‘કબજો’ કર્યા પછી હવે ગ્રીનલેન્ડ પર નિયંત્રણ માટે ઉતાવળા બન્યા છે ત્યારે યુરોપના દેશોએ ટ્રમ્પનો ઉગ્ર વિરોધ કર્યો છે. યુરોપના સાથી દેશોનો વિરોધ સાંખી નહીં શકતા ટ્રમ્પે આઠ દેશો પર ટેરિફ ઝિંકી દીધા છે. જોકે, યુરોપના દેશો ગ્રીનલેન્ડના મુદ્દે અમેરિકન પ્રમુખ ટ્રમ્પ સામે લડી લેવાના મૂડમાં છે.



