સાણંદમાં ધોરણ ૧૦ પાસ યુવક ડોક્ટર બની સારવાર કરતો હતો | Emon anuon a passini ewe standard 10 a winiti emon tokter me a tumunu ekkewe mi semwen

![]()
અમદાવાદ, રવિવાર
સાણંદ નજીક વિરોચનગર ગામમાં મેડિકલ ડિગ્રી વગર ગરીબ દર્દીઓની સારવાર કરતા બોગસ ડોક્ટરને પોલીસે પકડી પાડયો હતો. પોલીસ તપાસમાં ધોરણ ૧૦ પાસ યુવક ૧૦ વર્ષથી પ્રેકટીસ કરતો હતો અને સ્થળ પરથી રૃા. ૯,૫૦૦નો એલોપેથીક દવાઓ અને ઇન્જેક્શન સહિતનો જથ્થો કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.
મેડિકલ ડિગ્રી વગર ૧૦ વર્ષથી સારવાર આપતો ૯,૫૦૦નો દવાઓ, ઇન્જેક્શન સહિતનો જથ્થો કબજે
અમદાવાદ ગ્રામ્ય એસઓજી પોલીસે ચોક્કસ બાતમી આધારે સાણંદ તાલુકાના વિરોચનનગર ખાતે દરોડો પાડીને સરખેજમાં રહેતા રાજુભાઇની ધરપકડ કરી હતી અને પૂછપરછ કરતા તેની પાસે મેડિકલની એલોપેથીકની કોઇ પ્રકારની ડિગ્રી કે લાયસન્સ ના હોવા છતાં ગરીબ દર્દીઓેની સારવાર છેલ્લા ૧૦ વર્ષથી કરતો હતો.
એટલું જ નહી ઇન્જેક્શન પણ આપતો હતો પોલીસે નકલી ડોક્ટરના ગેરકાયદેસરના દવાખાનામાંથી ૪૧ પ્રકારની દવાઓ અને ઇન્જેકશનનો જથ્થો કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.

