मनोरंजन

સિંગર બી પ્રાક પાસે બિશ્નોઈ ગેંગે 10 કરોડની ખંડણી માગી | Bishnoi gang demands Rs 10 crore ransom from singer B Prak



– વોઈસ મેસેજ અને કોલ દ્વારા ધમકી અપાઈ

– એક સપ્તાહનો સમય છે, ગમે તે દેશમાં  જાય, પૈસા નહિ મળે તો અમે પતાવી દેશું તેવી ધમકી

મુંબઈ: બોલિવુડ સિંગર બી પ્રાકને લોરેન્સ બિશ્નોઈ ગેંગના નામે ધમકી મળી છે. તેની પાસે ૧૦  કરોડ રુપિયાની ખંડણી માગવામાં આવી  છે. 

મૂળ પ્રતીક બચન નામ ધરાવતા બી પ્રાકના સહયોગી દિલનૂરને વોઈસ મેસેજ તથા કોલ દ્વારા ધમકી અપાઈ હતી. ઈન્ટરનેશનલ નંબર્સ પરથી અર્જુ બિશ્નોઈના નામે ધમકી અપાઈ હતી. તેના સંદેશામાં જણાવાયું હતું કે તારી પાસે એક સપ્હનો સમય છે. જે દેશમાં જવું હોય ત્યાં જા પણ અમારા સાથીઓ તને શોધી લેશે. જો અમારી માગણી નહિ સ્વીકારવામાં આવે તો તને પતાવી  દેશું. 

આ ધમકી અંગે  જાણ કરાયા બાદ પોલીસે તપાસ આરંભી છે. પોલીસ આ કોલ્સ ક્યાંથી આવ્યા હતા તે તપાસી રહી છે. આ ઉપરાંત બી પ્રાકની સુરક્ષાની પણ સમીક્ષા થઈ રહી છે. 

લોરેન્સ બિશ્નોઈ ગેંગ દ્વારા તાજેતરમાં સલમાન ખાન સહિત અનેક સેલિબ્રિટીને ધાકધમકી મળી ચૂકી છે. આ ગેંગ દ્વારા જ કોેમેડિયન કપિલ સિંગરના કેનેડા ખાતે આવેલાં કેફે પર ગોળીબાર કરાયો હોવાનું  પણ કહેવાય છે. 



Source link

Related Articles

Back to top button