गुजरात
પાણીગેટ બાવામાન પુરામાં મોપેડની ડીકી માંથી રૂપિયા 37000ની ચોરી | Rs 37 000 stolen from moped’s dikki in Panigate bawamanpura

![]()
નરહરી હોસ્પિટલની પાછળ કલ્યાણ નગરમાં રહેતા મહમદ હનીફ ઉર્ફે સલમાનભાઈ શેખ ટેમ્પો ચલાવે છે પાણીગેટ પોલીસ સ્ટેશનમાં તેમને ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ઉતરાણના દિવસે બપોરે 12:30 વાગે હું મારું મોપેડ લઈને મારા મોટા પપ્પા અમીરુ દિન શેખ રહે નૂર એપાર્ટમેન્ટ ની સામે બાવામાનપુરા પાણીગેટ ગયો હતો મારે ગાડી લેવાની હોઈ ડાઉન પેમેન્ટ ભરવાના રોકડા 37 હજાર રૂપિયા મારી પાસે હતા. બપોરે 3:00 વાગે આ રૂપિયા અને મારા મોપેડ ની ડીકીમાં મુક્યા હતા. ત્યારબાદ મારે ટેમ્પો લઈને વર્ધીમાં જવાનું હોય આ મોપેડ ફાતેમા કોમ્પલેક્ષની સામે ઝાડ નીચે પાર્ક કર્યું હતું. ટેમ્પાની વર્ધી મારી ને હું સાંજે 6:00 વાગે પરત આવ્યો હતો. મેં મારા મોપેડ ની ડીકીમાં જોતા રૂપિયા મળી આવ્યા ન હતા.



