પંચમહાલના શહેરામાં રખડતા શ્વાનનો યુવતી પર હુમલો, હાલત ગંભીર થતા ગોધરા સિવિલ હોસ્પિટલ ખસેડાઈ | Girl seriously injured in dog attack in Shahera Panchmahal referred to Civil Hospital in Godhra

![]()
Dog Attack On Girl In Shahera, Panchmahal : રાજ્યમાં રખડતાં શ્વાનના હુમલાની ઘટના સામે આવતી હોય છે, ત્યારે પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાં રખડતા શ્વાનનો આતંક જોવા મળ્યો છે. ઢાકલીયા ગામે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં રખડતા શ્વાને એક યુવતી પર જીવલેણ હુમલો કર્યો હતો.
શહેરામાં રખડતા શ્વાનનો યુવતી પર હુમલો
મળતી માહિતી મુજબ, શહેરા તાલુકાના ઢાકલીયા ગામના રહેવાસી સુરેખા બળવંતભાઈ બારીયા નામની યુવતી કામ અર્થે જઈ રહી હતી, આ દરમિયાન અચાનક રખડતા શ્વાને તેના પર હુમલો કરી દીધો હતો. શ્વાને યુવતીના હાથના ભાગે ગંભીર રીતે બચકાં ભર્યા હતા. શ્વાનના હુમલાથી યુવતી લોહીલુહાણ હાલતમાં જમીન પર ઢળી પડી હતી.
આ પણ વાંચો: ગાંધીનગર: કૂતરું કરડ્યાના 4 મહિના બાદ હડકવા ઉપડ્યો, નિવૃત IASની પુત્રીનું કરુણ મોત
ઘટનાને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્ત યુવતીને સારવાર માટે તાત્કાલિક શહેરા રેફરલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી હતી. જોકે, ઈજા વધુ ગંભીર હોવાથી પ્રાથમિક સારવાર બાદ ડૉક્ટરે યુવતીને વધુ સારવાર માટે ગોધરાની સિવિલ હોસ્પિટલ રિફર કરી હતી. શ્વાનના હુમલાના પગલે સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

