પોલેન્ડના વર્ક પરમીટ વિઝા આપાવવાનું કહી 7.75 લાખની છેતરપિંડી | Fraud of Rs 7 75 lakh on the pretext of give Poland work permit visa

![]()
માંજલપુર શ્રી કુંજ બંગલોઝ પાસે રહેતા અમિતકુમાર સુરેશભાઈ પટેલ કરજણ તાલુકાનાના કંડારી ગામના વતની છે અને ગૃહ ઉદ્યોગ ચલાવે છે માંજલપુર પોલીસ સ્ટેશનમાં તેમને ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે વર્ષ 2025માં મારા દીકરા હેત તથા મારા ભાણેજ હેત લોમેશભાઈ પટેલ ( રહે આદિત્ય હાઈટ વાઘોડિયા ડભોઇ રીંગ રોડ)ને વધુ અભ્યાસ માટે વિદેશ મોકલવાના હતા. અમારા પાડોશમાં રહેતા મિલિન્દભાઈ ઇન્દ્રવદન પટેલ (રહે, ટાંકી ખડકી કંડારી તાલુકો કરજણ )સાથે અમારે સંબંધ હોય તેઓને તેમની ઓફિસ પીએમ ઓવરસીઝ (ઠેકાણું લીલેરીયા પેરામાઉન્ટ જીઆઇડીસી એરિયા માંજલપુર ) ખાતે મળ્યા હતા. તેઓએ અમને કહ્યું હતું કે, બંને છોકરાઓના માર્ક થોડા ઓછા છે એટલે ફ્રાન્સ અને પેરિસના સ્ટુડન્ટ વિઝા થઈ શકશે નહીં પોલેન્ડમાં વર્ક પરમેન્ટ વિઝા થઈ જશે વિઝા, એર ટિકિટ મળી કુલ 15 લાખ રૂપિયા બંને છોકરાઓના થશે. અમે તેઓને 7.75 લાખ ચૂકવ્યા હતા પરંતુ ત્યારબાદ અમારું કામ કર્યું ન હતું જેથી અમે રૂપિયા પરત માગતા તેમણે ચેક આપ્યો હતો જે ચેક રિટર્ન થયો હતો.



