ગળતેશ્વરના રોઝવા પાસે કન્ટેનરમાં આગ લાગતા 8 કાર બળીને ખાક | 8 cars burnt to ashes after container catches fire near Rozwa in Galateshwar

![]()
– આગમાં ડ્રાઇવરનો આબાદ બચાવ
– બહુચરાજીથી કાર ભરીને કન્ટેનર ભોપાલ જતું હતું : શોર્ટસર્કિટથી આગ લાગી હોવાનું અનુમાન
નડિયાદ : ગળતેશ્વરના રોઝવા ગામ પાસે આજે વહેલી સવારે કન્ટેનરમાં આગ ભભૂકતા દોડધામ મચી ગઇ હતી. બહુચરાજીથી નવી કાર કન્ટેનરમાં ભરીને મધ્યપ્રદેશના ભોપાલ જઇ રહેલા કન્ટેનરમાં આગ લાગતા તમામ આઠ કાર બળીને ખાક થઇ ગઇ હતી. જયારે ચાલકનો બચાવ થયો હતો.
તાલુકાના રોઝવા ગામ પાસે કન્ટેનરનો ચાલક હોટેલના સંકુલમાં આરામ કરી રહ્યો હતો. વહેલી સવારે આગ લાગતા દોડધામ ચી ગઇ હતી. આ અકસ્મતામાં ચાલકનો બચાવ થયો હતો. ૧૧૨ને જાણ કરતા પોલીસ અને ફાયર બ્રિગેડ દોડી આવી હતી અને જવાનોએ ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો પરંતુ કન્ટેનરમાં રહેલી તમામ આઠ કાર બળીને ખાક થઇ ગઇ હતી. જોકે, આગના કારણે જાનહાની ટળી હતી.
શોર્ટસર્કિટના કારણે આગ લાગી હોવાનું મનાઇ રહ્યું છે. ડ્રાઇવરના જણાવ્યા અનુસાર, કન્ટેનરમાં ટેકનિકલ ખામી કે શોર્ટસર્કિટના કારણે સ્પાર્ક થયો હતો. પોલીસે પંચનામુ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. આ મામલે કન્ટેનર માલિક અને કંપનીને જાણ કરવામાં આવી હતી.

