गुजरात

76 વર્ષના ઈતિહાસમાં 8મી વખત AMCમાં વહીવટદારોનું શાસન આવે તેવી શક્યતા | the 76 year history of Ahmedabad Municipal Corporation


AMC News : 1 જુલાઈ-1950ના રોજ અમદાવાદને મ્યુનિસિપાલિટીમાંથી મ્યુનિસિપલ કોર્પોરેશનનો દરજજો પ્રાપ્ત થયો હતો. 76 વર્ષના ઈતિહાસમાં અંદાજે બે મહિનાના સમય માટે આઠમી વખત વહીવટદાર કોર્પોરેશનમાં શાસનધુરા સંભાળે તેવી સંભાવના છે. ડ્રાફટ મતદાર યાદી 19 ફેબ્રુઆરીના રોજ જાહેર થવાની છે. હાલના મેયર સહિતના પાંચ પદાધિકારીઓની 9 માર્ચના રોજ મુદત પુરી થઈ રહી છે. આ પરિસ્થિતિમાં થોડા સમય માટે કોર્પોરેશનમાં રાજકીય શૂન્યાવકાશ જોવા મળશે.

વીસ વર્ષથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સત્તાસ્થાને રહેલા ભાજપ માટે છેલ્લા અઢી વર્ષ કપરા સાબિત થયા છે. ખાસ કરીને 40 કરોડના ખર્ચથી બનાવાયેલ હાટકેશ્વર બ્રિજ તોડવો પડયો. આ ઉપરાંત સુભાષબ્રિજ સહિતના અન્ય કેટલાક બ્રિજ સમારકામ અને રીકન્સ્ટ્રકશનની કામગીરીના કારણે શહેરના અનેક રસ્તાઓ ઉપર ડાઈવર્ઝન અપાતા લોકો ત્રસ્ત બની ગયા છે. 

આ ઉપરાંત કોર્પોરેશનના બગીચા ખાતા દ્વારા કરવામા આવેલા કરોડો રૃપિયાના વિવાદાસ્પદ ટેન્ડરને લઈ સત્તાપક્ષની પ્રતિષ્ઠામા ઘટાડો થવા પામ્યો છે.ભાજપના કોર્પોરેટરો તેમના વોર્ડમાં  પ્રાથમિક સુવિધાના કામો કરાવી નહીં શકતા નિકોલમાં દસ્ક્રોઈના ધારાસભ્યની સાથે અસારવાના ધારાસભ્યને પણ લોકોના વિરોધનો અનુભવ કરવો પડયો હતો. 

આટલા વર્ષોમા પહેલી વખત  કોર્પોરેશનમા વિપક્ષ નબળો હોવા છતાં સત્તાપક્ષ અવઢવમાં મુકાયો હોય એવી સ્થિતિ માત્ર શહેરીજનો જ નહીં પણ ભાજપના કોર્પોરેટરો, પદાધિકારીઓથી લઈ ધારાસભ્યો પણ અનુભવી રહ્યા છે. આ કારણથી હાલની 159 બેઠકમાં ખાસ કોઈ ઘટાડો થાય એમ ભાજપની નેતાગીરી પણ અંદરખાને  ઈચ્છી રહી નથી. આ કારણથી પણ વહીવટદાર મુકાઈ શકે છે.

76 વર્ષના ઈતિહાસમાં 8મી વખત AMCમાં વહીવટદારોનું શાસન આવે તેવી શક્યતા 2 - image



Source link

Related Articles

Back to top button