गुजरात

રેલિંગ સાથે વાહન અથડાતાં પુત્રીની નજર સામે પિતાનુંમોત | Emon aluwol a malo lon eu aksiten



અમદાવાદ, શનિવાર

આસ્ટોડિયા દરવાજા પાસે પૂરઝડપે જતા યુવકનું બીઆરટીએસ કોરિડોરમાં રેલિંગ સાથે વાહન અથડાતાં સ્થળ ઉપર મોત થયું હતું. જ્યારે તેમની સગીર દિકરીને માથામાં ગંભીર ઇજા થતાં સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવી છે. આ બનાવ અંગે ટ્રાફિક પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આજીકેદની સજા ભોગનારા મૃતક પેરોલ ઉપર છૂટયા હતા ઃ દિકરીને બેસાડીને જતી વખતે અકસ્માત નડયો

બાપુનગરમાં રહેતી મહિલાએ ટ્રાફિક ઇ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પતિ સામે ફરિયાદ નોંધાવી છે કે તેમના પતિ પોતાની દિકરીને બેસાડીને આસ્ટોડિયા દરવાજા પાસેથી વાહન લઇને પસાર થતાં બીઆરટીએસ કોરિડોરમાં રેલિંગ સાથે વાહન અથડાતાં તેમના પતિનું સ્થળ ઉપર મોત થયું હતું. જ્યારે તેમની સગીર દિકરીને માથામાં ગંભીર ઇજા થતાં સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવી છે. આ બનાવ અંગે ટ્રાફિક પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે મૃતક યુવક હત્યા કેસમાં આજીવન કેદની સજા ભાગવી રહ્યા છે અને ૨૧ દિવસની પેરાલ રજા ઉપરેઘરે આવ્યા હતા અને ગઇકાલે રાતે આ ઘટના બની જ્યારે આજે જેલમાં હાજર થવાનું હતું



Source link

Related Articles

Back to top button