गुजरात

ખેડૂત સભામાં વિસાવદરના ‘આપ’ના ધારાસભ્ય પર યુવાને જૂતું ફેંક્યું | A youth threw a shoe at AAP MLA from Visakhapatnam in a farmers’ meeting



જામનગર બાદ માળિયાહાટીનામાં પણ જૂતાકાંડ જૂતું ધારાસભ્યની બાજુમાં પડયું:પોલીસ તરીકે ઓળખ આપનાર સહિત ત્રણ-ચાર શખ્સોએ દારૂ પીવડાવી જૂતું ફેંકવા કહ્યાનું રટણ

જૂનાગઢ, : માળિયાહાટીનામાં આમ આદમી પાર્ટીની ખેડૂત સભા દરમ્યાન વિસાવદરના ધારાસભ્ય પર જૂતું ફેકાયું હતું. જોકે જૂતું ગોપાલ ઇટાલિયાના પગ પાસેથી નીકળી ગયું હતું. હુમલાખોર યુવક સ્થળ પરથી ઝડપાઈ ગયો હતો. તેણે એવી કેફિયત આપી કે પોલીસ તરીકે ઓળખ આપનાર સહિત ત્રણ શખ્સે રૂપિયાની લાલચ આપી પરાણે દારૂ પીવડાવી સભામાં લઈ જઈ જૂતું ફેંકવા કહ્યું હતું. 

માળિયાહાટીનામાં ગઈકાલે રાત્રે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા  આમ આદમી પાર્ટીની ખેડૂત સભા સંબોધતા હતા એ વખતે  સ્ટેજ પાસે  એક યુવક આવી ગયો હતો અને તેમના પર જૂતુ ફેક્યું હતું. જોકે હુમલો નિષ્ફળ ગયો હતો અને ધારાસભ્યના પગ પાસેથી જુતું પસાર થઈ ગયું હતું. ધારાસભ્ય સ્ટેજ પરથી ભાજપ વિરૂધ્ધ ચાબખા મારી રહ્યા હતા તે દરમ્યાન જ આ ઘટના થઈ હતી. જુતુ ફેકનાર યુવકને આપના કાર્યકરો અને માળિયાહાટીના પોલીસે ઝડપી લીધો હતો. પ્રાથમિક પૂછપરછમાં ખુલ્યું કે જુતુ ફેકનાર યુવક સબીર મીર (ઉ.વ. 25) ભંડેરી ગામનો રહેવાસી છે અને વાજિંંત્રો વગાડવાનું કામ કરે છે. અત્રે ઉલ્લેખનીય છે જામનગર બાદ બીજી વખત ગોપાલ ઇટાલીયા પર ચાલુ સભાએ જુતુ ફેકાયું છે. ઝડપાયેલો ઈસમ રાજકીય કાર્યકર છે કે કેમ તે અંગે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.



Source link

Related Articles

Back to top button