गुजरात

વડોદરા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નં. ૩ ખાતેનો ૨૫ દિવસનો બ્લોક પૂર્ણ | 25 day block at Vadodara Railway Station Platform No 3 completed



પશ્ચિમ રેલવેના વડોદરા રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ નં. ૩ ખાતે સી.ટી.આર. (કમ્પ્લીટ ટ્રેક રિન્યુઅલ ) માટે એન્જિનિયરિંગ કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું. આ કામગીરી સમય મર્યાદામાં પૂર્ણ થતા હવે આવતીકાલે રવિવારથી પ્લેટફોર્મ નંબર ૩ રાબેતા મુજબ થશે.

વડોદરા રેલવે સ્ટેશન ખાતે લાઇન નં. ૩પ૨સી.ટી.આર. તથાડ્રેનેજ ઈમ્પ્રુવમેન્ટ કામગીરી માટે તા.૨૪ ડિસેમ્બરથી ૧૭ જાન્યુઆરી સુધી ૨૫ દિવસનો બ્લોક લેવામાં આવ્યો હતો.આ બ્લોક દરમિયાન લાંબાગાળાની ડ્રેનેજ સમસ્યાને દૂર કરવા માટે લાઈન નં. ૩ અને ૪ વચ્ચે ૩૦૦ મીટર લાંબી નવીડ્રેનેજ લાઇનનું નિર્માણકરાયું છે. અગાઉ ડ્રેનેજની સમસ્યાના કારણેટ્રેકની ફોર્મેશન અને બેલાસ્ટની સ્થિતિ પર અસર પડી રહી હતી.

આસાથે ટ્રેકની સ્થિરતા અને સલામતી વધારવા માટે ૮૦૦ મીટર ટ્રેક પર ટી.એસ.આર. કાર્ય તેમજ ડીપ સ્ક્રીનિંગની કામગીરી પણ પૂર્ણ થઈ છે. ટ્રેકની મજબૂતી વધતા ટ્રેનોની ગતિ અને સુરક્ષામાં નોંધપાત્ર સુધારો થવાની અપેક્ષા વ્યક્ત કરી છે.ટ્રેક સુધારણા ઉપરાંત મુસાફરોની સુવિધા માટે પ્લેટફોર્મ નં. ૩નું ૪૫ મીટર સુધી વિસ્તરણ કરવામાં આવ્યું છે, જેથી લાંબી ટ્રેનો સરળતાથી ઉભી રહેતા મુસાફરોને આવાગમનમાં વધુ સુવિધા મળે. આ સમગ્ર કામગીરી સેન્ડવિચ્ડ લાઈન પર કરવામાં આવતી હોવાથી વિશેષ ટ્રાફિક વર્કિંગ ઓર્ડર અમલમાં મૂકાયો હતો.

આજે અમદાવાદ સ્ટેશન પર બ્લોકથી કેટલીક ટ્રેનો અસરગ્રસ્ત

અમદાવાદ રેલવે સ્ટેશન ખાતે નવા ફૂટ ઓવર બ્રિજના સ્પાન માટે સ્ટીલ ગર્ડરોનું લોન્ચિંગ કરાશે. આ કાર્ય માટે આવતીકાલે તા. ૧૮ જાન્યુઆરીએ ટ્રાફિક બ્લોક લેવામાં આવશે,જેના કારણે કેટલીક ટ્રેનો અસરગ્રસ્ત રહેશે. જે પૈકી મણિનગર-વડોદરા- વટવા ઇન્ટરસિટી એક્સપ્રેસ, વડોદરા -વટવા મેમુ, વડોદરા – વટવા- આણંદ મેમુ અને વડોદરા -વટવા સંકલ્પ ફાસ્ટ પેસેન્જર ટ્રેન રદ્દ રહેશે.



Source link

Related Articles

Back to top button