गुजरात

કેજરીવાલના ગુજરાત પ્રવાસમાં વધારો: સ્થાનિક ચૂંટણી પહેલા ફરી 3 દિવસનો પ્રવાસ, જાણો અમદાવાદ-વડોદરાના કાર્યક્રમો | AAP Gujarat Arvind Kejrival three day visit Gujarat AAP workers conference



Arvind Kejrival in Gujarat: સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ કમર કસી છે. રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ આજથી ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસે છે જેમાં 7 ઝોન પ્રમાણે યોજનાર બે અલગ અલગ કાર્યકર્તા બુથ સંમેલનોમાં હાજરી આપશે. 18 જાન્યુઆરીએ અમદાવાદમાં મધ્ય ઝોન કાર્યકર્તા સંમેલન યોજાશે તો  19 જાન્યુઆરીએ વડોદરામાં પૂર્વ ઝોન કાર્યકર્તા સંમેલન યોજાશે.

બૂથ કાર્યકર્તા સંમેલનમાં હાજરી

આ અંગે ગુજરાત આમ આદમીના પ્રવક્તાએ કહ્યું કે, ‘ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ અત્યાર સુધી 18000થી પણ વધારે સભાઓ કરી છે, આ સભા દ્વારા ભારતીય જનતા પાર્ટીના અત્યાચાર અને અન્યાય વિરુદ્ધ જોડવાનું કામ ગુજરાતની અંદર આમ આદમી પાર્ટીએ કર્યું છે, હવે આમ આદમી પાર્ટી ગુજરાતમાં સમગ્ર સાત ઝોનની અંદર બૂથ કાર્યકર્તા સંમેલનનું આયોજન કરશે. જેમાં AAPના રાષ્ટ્રીય કન્વીનર અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી કેજરીવાલ હાજરી આપશે. 

બે ઝોનના કાર્યકરોને સંબોધન

‘અરવિંદ કેજરીવાલનું 17 તારીખે અમદાવાદ એરપોર્ટ ખાતે આગમન થશે. ત્યારબાદ તારીખ 18 જાન્યુઆરીના રોજ અમદાવાદની અંદર મધ્યઝોન કાર્યકર્તા બૂથ સંમેલનને સંબોધશે, જેમાં અમદાવાદ, ગાંધીનગર, ખેડા, સુરેન્દ્રનગર લોકસભાના કાર્યકરો હાજર રહેશે તો તારીખ 19 જાન્યુઆરીના રોજ પૂર્વ ઝોનમાં આણંદ, વડોદરા, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુરના કાર્યકરોને સંબોધન કરી જરૂરી માર્ગદર્શન આપશે.’

આ પણ વાંચો: જૂનાગઢમાં ગોપાલ ઈટાલિયા તરફ ફેંકાયું જૂતું, હુમલાખોરે કહ્યું- ‘₹50 હજારની લાલચ આપી મને તૈયાર કરાયો હતો’

મહત્વનું છે કે આ પહેલા કેજરીવાલ 7,8,9 ડિસેમ્બરે( 2025) પણ ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે હતા. સ્થાનિક ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટી ગુજરાતમાં સંગઠનને વધુ મજબૂત બનાવાના પ્રયાસો કરી રહી છે. ભાજપ અને કોંગ્રસ પણ સંગઠનને મજબૂત બનાવી વધુમાં વધુ લોકો સાથે જોડાય તેવા પ્રયાસો કરી રહ્યા છે. ત્યારે આગામી સમયમાં યોજાનારી ચૂંટણીમાં આ આયોજનો કેટલા કારગર મેળવે છે તે જોવું રહ્યું.



Source link

Related Articles

Back to top button