દેલવાડા-જૂનાગઢ મીટરગેજ ટ્રેન બંધ નહીં કરાય, સ્થાનિકોના ઉગ્ર વિરોધ બાદ રેલવેનો નિર્ણય | Delwada Junagadh Train Update Railway Withdraws Cancellation Order After Outcry

![]()
Delwada-Junagadh Train Update: દેલવાડા-જૂનાગઢ મીટરગેજ ટ્રેનના સમયમાં ફેરફાર અને જૂનાગઢની સીધી ટ્રેન રદ કરવાના રેલવેના નિર્ણય સામે સ્થાનિકોમાં ઉગ્ર વિરોધ પગલે રેલવે દ્વારા ટ્રેન બંધ કરવાનો નિર્ણય રદ કર્યો છે. આમ, હવે દેલવાડા-જૂનાગઢ મીટરગેજ ટ્રેન બંધ નહીં કરાય.
રેલવે વિભાગે અનુસાર, વેરાવળ–દેલવાડા–વેરાવળ ટ્રેનોનો સમય યથાવત રહેશે અને અન્ય 04 મીટર ગેજ ટ્રેનોના સમયમાં ફેરફાર કરાયો છે. આ ફેરફાર આગામી 19 જાન્યુઆરી, 2026થી અમલમાં આવળે.
પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળના મીટર ગેજ સેક્શનની કેટલીક ટ્રેન સેવાના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જોકે, વેરાવળથી દેલવાડા મુસાફરી કરનારા મુસાફરો માટે ટ્રેન નંબર 52949/52950ના સમયમાં કોઈ ફેરફાર કરાયો નથી.
અગાઉ દેલવાડા-વેરાવળ ટ્રેનનો સમય બદલવા અને જૂનાગઢ ટ્રેન રદ કરવાના રેલવેના નિર્ણયથી દેલવાડા સહિત આસપાસના ૨૫થી વધુ ગામોના મુસાફરોને અગવડ પડે તેમ હતું. જેને લઈને સ્થાનિકોએ ભારે વિરોધ નોંધાવ્યો હતો. આ પછી રેલવે દ્વારા નિર્ણય રદ કરવામાં આવ્યો હતો.


