ઈન્ટરનેટ બંધ, ખતરનાક પ્રદર્શનો, ઈરાનથી દિલ્હી પહોંચેલા ભારતીઓએ કહી દર્દનાક વાતો | Internet shutdown dangerous demonstrations Indians who reached Delhi from Iran said painful things

![]()
– ઇરાનમાં ખામેનેઈ વિરૂદ્ધ થયેલા હિંસક પ્રદર્શનો વચ્ચે ભારતીઓને ભારત લઈ આવતું પહેલું વિમાન તહેરાનથી દિલ્હી પહોંચ્યું છે
નવી દિલ્હી : ઈરાનમાં ખામેનેઈ શાસન સામે ભડકેલા હિંસક પ્રદર્શનો વચ્ચે ત્યાં ફસાયેલા ભારતીયોને લઈને આવતી પહેલી કોર્મશિયલ ફલાઈટ ગઈકાલે રાત્રે અહીં આવી પહોંચી છે. તે નિયમિત કોમર્શિયલ ફલાઈટ હતી. કોઈ વિધિસરની નિકાસી કાર્યવાહીનો ભાગ ન હતી.
ઉલ્લેખનીય છે કે, ભારત સરકારે આપણા નાગરિકોને બિનજરૂરી યાત્રા ન કરવા સલાહ આપી છે, સાથે ભારત સરકારનું વિદેશ મંત્રાલય, ત્યાંના રહેલા આપણા દૂતાવાસો પરિસ્થિતિ ઉપર સતત નજર રાખી રહ્યાં છે.
ઉલ્લેખનીય છે કે, ૧૫મી જાન્યુઆરીએ ઈરાને તેની એરસ્પેસ કેટલાક સમય પૂરતી બંધ કરતાં ભારતનાં કેટલાક ઉડ્ડયનો પ્રભાવિત થયા છે. પરંતુ હવે સ્થિતિ થાળે પડતી જાય છે, છતાં ભારતીયોને સ્થિતિ સંપૂર્ણત: શાંત ન થાય ત્યાં સુધી ઈરાન પાછા ન જવા કહ્યું છે.
ત્યાં એમબીબીએસ છાત્રાએ કહ્યું હતું કે પ્રદર્શનો હવે મંદ થયા છે છતાં જોખમ લેવા જેવું નથી.
એક ભારતીય નાગરિક જે ઈરાનમાં એક મહીનાથી જ સ્થિર થયો હતો તેણે કહ્યું કે ત્યાં પરિસ્થિતિ ઘણી ગંભીર છે. પ્રદર્શનકારો મોટરોની સામે આવી જાય છે. માંડ માંડ મોટર જવા દે છે.
એક ઈલેટ્રિક એન્જિનિયરે કહ્યું હતું કે હાલાત સુધરી રહી છે છતાં સાવચેત તો રહેવું પડે તેમ છે. ઈન્ટરનેટ તો તદ્દન બંધ છે. જોકે ચારે તરફ તોફાનો તો ઓછાવત્તા પ્રમાણમાં ચાલે જ છે.



